વિજ કંપનીના ખાનગીકરણના વિરોધમાં દાહોદમાં વીજ કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટીધારણ કરી વિરોધ નોંધાવ્યો
દાહોદ તા.૨૭
વિજ કંપનીના ખાનગીકરણના વિરોધમાં આજરોદ દાહોદના એમ.જી.વી.સી.એલ. તેમજ જિલ્લાના તમામ તાલુકાઓમાં ફરજ બજાવતાં એમ.જી.વી.સી.એલ.ના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સરકારની નિતી રિતી સામે સુત્રોચ્ચાર સાથે ભારે વિરોધ નોંધાવ્યો હતો.
પોતાની વિવિધ પડતર માંગણીઓ તેમજ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતાં ઘણા લાંબા સમયથી અનેકવાર એમ.જી.વી.સી.એલ. દ્વારા ભુતકાળમાં આમરણ ઉપવાસ, કામકાજથી અળગા રહી તેમજ અનેક લેખિત મૌખીક રજુઆતો સાથે વિરોધ નોંધાવ્યાના કિસ્સાઓ સામે આવ્યા છે. એમ.જી.વી.સી.એલ.માં સરકાર દ્વારા ખાનગીકરણનો રસ્તો અપનાવ્યો હોવાના આક્ષેપો સાથે દાહોદ એમ.જી.વી.સી.એલ.ના કર્મચારીઓ દ્વારા આજે કાળી પટ્ટી ધારણ કરી હતી અને એમ.જી.વી.સી.એલ.કમ્પાઉન્ડની બહાર કર્મચારીઓ સોશીયલ ડિસ્ટન્સ સાથે એકઠા થઈ સુત્રોચ્ચાર પણ કર્યા હતા.દાહોદ એમ.જી.વી.સી.એલ.ના મુખ્ય અધિકારી દ્વારા જણાવ્યા અનુસાર, જાે વીજ કંપનીનું ખાનગીકરણ થશે તો ખેડુતો, મધ્યમ વર્ગીય લોકોને વીજ બીલમાં તોતીંગ વધારો થશે અને એક યુનીટનો ભાવ ૧૫ – ૨૦ રૂપીયા થશે અત્યારે સરકારે એગ્રીકલ્ચર યુનીટને ૫૦ પૈસા યુનીટના ભાવે આપવામાં આવે છે અને તેમાં પણ સરકારની સબસીડી હોય છે અને જાે ખાનગીકરણ થશે તો સબસીડી બંધ કરશે અને ખેતીવાડીના ખેડુતોને અને મધ્યમ વર્ગીય લોકોના વીજ બીલમાં વધારો થશે. વધુમાં જણાવ્યા અનુસાર, પ્રાઈવેટ વીજ કંપની બંધ કરવા, જુની પેન્શન નીતી ચાલુ કરવી વિગેરે માંગો સાથે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોધાવ્યો હતો. આ વિરોધમાં આજે દાહોદ જિલ્લાના ધાનપુર, દેવગઢ બારીઆ, ઝાલોદ, લીમખેડા, સંજેલી, સીંગવડ, ગરબાડા જેવા તાલુકાના વીજ કર્મચારીઓ પણ જાેડાયા હતા.
#Sindhuuday Dahod