દાહોદ તાલુકાના મીરાખેડી ગામે એક પેસેન્જર ભરેલ છકડો પલ્ટી ખાઈ જતાં
દાહોદ તા.૧૭
દાહોદ તાલુકાના મીરાખેડી ગામે એક પેસેન્જર ભરેલ છકડો પલ્ટી ખાઈ જતાં અંદર બેઠેલ ૩ જણાને ઈજા થતા એકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યાનુ જ્યારે બે જણાને દાહોદ સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
આજરોજ વહેલી સવારે દાહોદ તાલુકાના મીરાખેડી ગામે એક છકડાનો ચાલક પોતાના કબજાના છકડામાં પેસેન્જરો ભરી પુરઝડપે અને ગફલત રીતે પસાર થઈ રહ્યો હતો તે સમયે અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા છકડો પલ્ટી ખાઈ ગયો હતો જેને પગલે અંદર બેઠેલ ૩ પેસેન્જરોને શરીરે ઈજાઓ થવા પામી હતી જે પૈકી ભાઠીવાડા ગામે રહેતા રાહુલભાઈ મેડાને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતા તેનુ ઘટના સ્થળ પર મોત નીપજ્યુ હતુ જ્યારે બીજા બે જણાને ૧૦૮ મારફતે દાહોદ સરકારી દવાખાને ખસેડાયા હતા. બનાવ સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી છે.