દાહોદ શહેરના પરેલ વિસ્તારમાંથી એક ઈસમ પાસેથી પોલીસે એક દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ સાથે ઝડપી પાડ્યા

દાહોદ તા.૦૩
દાહોદ શહેરના પરેલ વિસ્તારમાંથી એક ઈસમ પાસેથી પોલીસે એક દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ સાથે એક્ટીવા ગાડી મળી કુલ રૂા.૩૦,૦૦૦નો મુદ્દામાલ ઝડપી પાડ્યાનું જાણવા મળે છે.

દાહોદ તાલુકાના ભીલવાડા ગામે તળાવ ફળિયામાં રહેતો વિનોદભાઈ છત્રસિંહ ગણાવા ગતરોજ પોતાની સાથે એક દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ લઈ એક્ટીવા પર સવાર થઈ દાહોદ શહેરમાં આવેલ પરેલ વિસ્તારના રેલવે ફાટક નજીકથી પસાર થઈ રહ્યો હતો આ અંગેની બાતમી દાહોદ એલસીબીને હતા તેઓ ત્યાં વોચ ગોઠવી ઉભા હતા તે સમયે આ વિનોદભાઈ ત્યાંથી પસાર થતાંની સાથે જ પોલીસે તેને ઝડપી પાડી તેની પાસેથી એક દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ,એક મોબાઇલ તેમજ એકટીવા ની કિંમત મળી કુલ રૂપિયા 30 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ વિનોદભાઈ વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: