ભારતીય દલિત સાહિત્ય અકાદમી દાહોદ જિલ્લા દ્વારા ડો બાબાસાહેબ આબેડંકર ની પૂણ્યતિથિ નિમિત્તે આપેલ શ્રધ્ધાંજલી
દાહોદ
ભારતીય બંધારણ ના નિમૉતા ભારત રત્ન ડો ભીમરાવ આબેડંકરજી ના ૬૪ મા મહાપરિનિવૉણ દિવસ નિમિત્તે ભારતીય દલિત સાહિત્ય અકાદમી ના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી જયંવતસિહ જાડેજા સાહેબ ના માગૅદશૅન હેઠળ દાહોદ જિલ્લાના પ્રમુખ નરેશભાઈ ચાવડા ના નેતૃત્વ હેઠળ દાહોદ જિલ્લા દ્વારા જીલ્લાના અકાદમી ના હોદ્દેદારો શ્રી રાજુભાઇ ભુરીયા શ્રી ચેતનભાઈ પરમાર શ્રી રાજેષભાઈ ભાભોર શ્રી નરેન્દ્રભાઇ ડાગી તેમજ અન્ય આગેવાનો ની ઉપસ્થિતિમાં દાહોદ તાલુકા પંચાયત નજીક આવેલ ડો બાબાસાહેબ ની પ્રતિમા ને પુષ્પાંજલિ અપૅણ કરવામાં આવી હતી
ડો બાબાસાહેબ આબેડંકર ની ૬૪ મી પૂણ્ય તિથિ નિમિત્તે હાલમા ચાલી રહેલી કોરોના મહિમારી સાવધાની માટે ૬૪ જેટલા માસ્ક તથા સેનિટાઈઝર નુ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ પરિવાર ના સદસ્ય આબેડંકરવાદી શિક્ષક સતિષભાઈ કે.પરમાર ના સહયોગથી ડો.આબેડંકર નુ શિક્ષણ દશૅન તથા મહામાનવ આબેડંકર પુસ્તકો નુ વિતરણ કરવામાં આવ્યું હતું.
#Sindhuuday Dahod