દાહોદની ઝાયડસ હોÂસ્પટલમાં ફરી આજરોજ વિવાદમાં રહેવા પામી છે

દાહોદ તા.૧૭

હર હંમેશ ચર્ચામાં રહેતી દાહોદની ઝાયડસ હોÂસ્પટલમાં ફરી આજરોજ વિવાદમાં રહેવા પામી છે. એક મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા પરિવારજનો દ્વારા તેને દાહોદની ઝાયડસ હોÂસ્પટલ ખાતે વહેલી સવારે લાવવામાં આવી હતી જ્યા પ્રસુતાનુ અને બાળકનુ મોત નીપજતા સમગ્ર મામલે ઝાડયસ હોÂસ્પટલમાં પરિવારજનો દ્વારા હોબાળો મચાવ્યો હતો અને હોÂસ્પટલના તબીબોની બેદરકારીને કારણે મહિલા અને બાળકનુ મોત નીપજ્યાના આક્ષેપો સાથે વાતાવરણ તંગ બન્યુ હતુ. બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને Âસ્થતીને કાબુમાં લઈ મામલો થાળે પાડ્યો હતો.

ઝાલોદ તાલુકાના પરથમપુરા ગામે ઉઝા લીમડી ફળિયામાં રહેતી શોભનાબેનના લગ્ન સંજયભાઈ રાવત સાથે એકાદ વર્ષ પહેલા થયા હતા લગ્ન બાદ શોભનાબેન ગર્ભથી હોઈ અને લગ્ન જીવન દરમ્યાન પ્રથમ બાળક શોભનાબેનના ગર્ભમાં અવતરી રહ્યુ છે તેના આનંદ વચ્ચે પરિવારજનોમાં ખુશીનો માહાલો જાવા સર્જાયો હતો. આજરોજ શોભનાબેનના વહેલી પરોઢે પ્રસુતી પીડા ઉપડતા તેઓને પરિવારજનો દ્વારા દાહોદની ઝાયડસ હોÂસ્પટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને સવારના સાડા પાંચ વાગ્યાના સમયે ઝાયડસ હોÂસ્પટલ ખાતે પહોંચી ગયા હતા જ્યા અને સારવાર ચાલુ કરાવી  હતી. આ દરમ્યાન શોભનાબેન અને ગર્ભમાં રહેલ બાળક એમ બંન્નેનું મોત નીપજતા પરિવારજનો સ્તબ્ધ બની ગયા હતા અને જાતજાતામાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ. બનાવના પગલે ઝાયડસ હોÂસ્પટલમાં પરિવારજનો દ્વારા એકાએક હોબાળો મચાવ્યો હતો અને હોÂસ્પટલના તબીબો સામે આક્ષેપો કર્યા હતા કે, તબીબોની લાપરવાહીના કારણે મહિલા અને બાળક બંન્નેના મોત નીપજ્યા છે. ઘટનાને પગલે પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને મામલો શાંત પાડવાની કોશીષ કરી હતી. વધુમાં જાણવા મળ્યા અનુસાર પરિવારજનો દ્વારા બહારના ડોક્ટરો દ્વારા પીએમ રિપોર્ડ કરાવવાની માંગણી કરી હતી અને ફરિયાદ પણ દાખલ કરશે તેવુ જાણવા મળ્યુ હતુ. જ્યારે બીજી તરફ હોÂસ્પટલના  તબીબ ર્ડા.જયશ્રી પરમાર દ્વારા જણાવ્યા અનુસાર, મહિલાની સારવાર ચાલી રહી હતી અને તેઓ પુરી કોશીષ પણ કરી રહ્યા હતા પરંતુ અચાનક મહિલાને ખેંચ આવતા મહિલાનુ અને બાળકનુ ગર્ભમાં જ મોત નીપજવા પામ્યુ હતુ.

ઉપરોક્ત સમગ્ર ઘટનાને પગલે પોલીસ કાફલો હાલ દાહોદ ઝાયડસ હોÂસ્પટલ ખાતે ખસેડી દેવામાં આવ્યો છે અને મામલાની તપાસ પણ શરૂ કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!