દાહોદ શહેરમાં આવેલ ઝાયડસ હોસ્પિટલ માં આરટીપીસીઆર લેબનું દાહોદ જિલ્લા કલેકટરના હસ્તે ઉદ્ઘાટન
દાહોદ તા.5
દાહોદ શહેરમાં આવેલ ઝાયડસ હોસ્પિટલ માં આરટીપીસીઆર લેબનું દાહોદ જિલ્લા કલેકટરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદ્ઘાટન પ્રસંગે દાહોદ ઝાયડસ હોસ્પિટલ તેમજ કોલેજના સત્તાધીશોએ ડોક્ટર મિત્રો તેમજ સ્ટાફ મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કોરોના વૈશ્વિક મહામારી ને પગલે હાલ સમગ્ર દેશ રહ્યું છે ત્યારે દાહોદ જિલ્લા વાસીઓ માટે એક સારા સમાચાર મળ્યા છે ગતરોજ દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે આરટીપીસીઆર લેબ જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ અગાઉ દાહોદ જિલ્લાના આરટીપીસીઆર ના ટેસ્ટ દાહોદ બહાર કરાવવા મોકલવા પડતા હતા અને જેના કારણે ખાસો સમય પણ લાગતો હતો. કોરોના આરટીપીસીઆર ટેસ્ટ દાહોદમાં થાય અને જિલ્લાવાસીઓ તેમજ આસપાસના જિલ્લા વાસીઓને પણ સહુલિયત મળી રહે તેવા ઉમદા હેતુસર દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં આરટીપીસીઆર મશીન મૂકવામાં આવ્યું છે. જાણવા મળ્યા પ્રમાણે દાહોદ ની સાથે સાથે દાહોદ ને અડીને આવેલ પંચમહાલ તેમજ મહિસાગર જિલ્લાના આરટીપીસીઆરના ટેસ્ટ હવે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં જ હશે. હવે ૪૮ કલાક ની જગ્યાએ દર્દીને 24 કલાકની અંદર જ આરટીપીસીઆરનો રિપોર્ટ મળી રહેશે. દાહોદ જિલ્લામાં કેસો વધુ હોવાથી દાહોદ મેડિકલ કોલેજ અને જિલ્લા વહીવટી દ્વારા દાહોદમાં Covid-19 રિલેટેડ RTPCR ટેસ્ટ માટે રાજ્ય સરકારમાં રજુઆત કરવામાં આવી હતી અને રાજ્ય સરકાર દ્વારા AIMS માં રજુઆત કરવામાં આવી હતી. આ બાબતની માંગણી અને તેની જરૂરી સુવિધાઓ અને સંલગ્ન સ્ટાફની ભારત સરકાર દ્વારા ચકાસણી કરી અને તેના ગ્રેડમાં ફિટ બેસી જતા સરકારે દાહોદ જિલ્લામાં Zydus મેડિકલ કોલેજને RTPCR ટેસ્ટિંગ માટે મંજૂરી આપી હતી અને જેના ભાગ રૂપે દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડી દ્વારા RTPCR લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં Zydus કોલેજના CEO સંજયકુમાર, જિલ્લા આરોગ્ય અધિકારી આર.ડી. પહાડીયા, ડૉ.પ્રકાશ પટેલ, મોહિત દેસાઈ કોવિડ ઇન્ચાર્જ, વિશાલ પટેલ તેમજ મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ લેબમાં દાહોદ સહિત, મહીસાગર, પંચમહાલ અને છોટાઉદેપુર આમ ચાર જિલ્લાનું RTPCR ટેસ્ટિંગ જે હાલ વડોદરા થાય છે. તે દાહોદમાં કરવામાં આવશે. દાહોદ જિલ્લા માટે આ ગૌરવની વાત છે કે આ લેબ દાહોદ Zydus સિવિલને મળી છે.
#Sindhuuday Dahod