દાહોદ જિલ્લામાં એકા એક વાતાવરણમાં પલ્ટો આવતાં સાંજથી જ વરસાદી માહૌલ છવાયો : વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોમાં ઠંડકની ધ્રુજારી

દાહોદ તા.11
દાહોદ શહેરમાં ગઈકાલ રાતથી જ ઝરમર પરંતુ એકધારો વરસાદ ચાલુ થઈ ગયો છે.તેમજ બપોર બાદ ઠંડા સુસવાટા ભર્યા પવન ફૂંકાવવાના લીધે મહત્તમ તાપમાન ગગડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.હવામાન ખાતાની આગાહી અનુસાર હજી આવતીકાલ એટલે કે શનિવાર ને 12 ડિસેમ્બરના રોજ પણ દાહોદ સહીત આસપાસના વિસ્તારોમાં આવો વરસાદી માહોલ જારી રહેશે.
તાલુકા મથકોમાં પણ કમોસમી માવઠાના લીધે વરસાદી માહોલ જામ્યુ:ખેડૂતોના પાકને નુકશાન થવાની આશંકા
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગઈકાલ સાંજથી શરૂ થયેલા કમોસમી માવઠાને લીધે એક તરફ ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. દાહોદ, લીમખેડા,દેવગઢ બારીયા,ગરબાડા, લીમડી,ઝાલોદ,સુખસર સીંગવડ,સંજેલી,ફતેપુરા સહિતના તાલુકામાં ધીમી ધારે થયેલા કમોસમી માવઠાને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.જોકે વેસ્ટર્નન ડિસ્ટર્બન્સના કારણે થયેલા વરસાદના પગલે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.જોકે ગઈકાલ સાંજથી શરૂ થયેલા વરસાદના પગલે શહેર સહીત જિલ્લાના બજારોમાં સન્નાટો પ્રસરી ગયો હતો તેમજ વરસાદી માહોલની વચ્ચે લોકોએ કામ વગર બહાર જવાનું ટાળ્યું હતું.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: