દાહોદની ઘટના : જમાઈ દ્વારા સાસુના ઘરમાં ધિંગાણુ મચાવી રૂા.૫.૧૪ લાખના દાગીના લઈ ફરાર
દાહોદ તા.૧૩
દાહોદ શહેરના પોલીસ લાઈન વિસ્તારની એક ઘટના પ્રકાશમાં આવતાં નગરમાં ચકચાર મચી જવા પામી છે. બનાવ એવો છે કે, આ વિસ્તારમાં રહેતી એક મહિલાના ઘરે તેનો જમાઈ આવી બેફામ ગાળો બોલી પોતાની દિકરી તેમજ મારા દાગીના આપી દો તેમજ કહી ઘરમાં ઘુસી જઈ જમાઈ દ્વારા ભારે ધિંગાણું મચાવી સાસુના ઘરમાં મુકી રાખેલ તિજાેરીમાંથી ચાંદીના દાગીના આશરે કિંમત રૂા.૫,૧૪,૦૦૦ની લુંટ કરી નાસી જતાં આ સંબંધે સાસુ દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના પાલ્લા ગામે રહેતો અલ્કેશભાઈ ભારતસિંહ સંગાડા ગત તા.૦૮મી ડિસેમ્બરના રોજ દાહોદ શહેરમાં પોલીસ લાઈન વિસ્તારમાં રહેતી તેની સાસરીમાં આવ્યો હતો. સાસરીમાં આવતીની સાથે જ તેને પોતાની સાસુ લલિતાબેન કૃષ્ણકુમાર રજાત સાથે ઝઘડો તકરાર કર્યો હતો અને ભારે ધિંગાણુ મચાવ્યું હતુ. અલ્કેશભાઈ દ્વારા પોતાની સાસુ લલિતાબેનને કહેવા લાગેલ કે, મારી છોકરી તથા મારા દાગીના આપી દો તેમ કહી તિજાેરીની ચાવી લઈ તિજાેરીમાંથી ચાંદીના દાગીના આશરે કિંમત રૂા.૫,૧૪,૦૦૦ની લુંટ કરી નાસી જતાં આ સંબંધે સાસુ લલિતાબેન કૃષ્ણકુમાર રજાત દ્વારા પોતાના જમાઈ અલ્કેશભાઈ ભારતસિંહ સંગાડા વિરૂધ્ધ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
#Sindhuuday Dahod

