દાહોદમાં વધુ ૧૧ કોરોના કેસ સાથે કુલ આંકડો ૨૩૯૨ને પાર
દાહોદ તા.૧૩
દાહોદમાં આજે વધુ ૧૧ કોરોના દર્દીઓના સમાવેશ સાથે જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૨૩૯૨ને પાર થઈ જવા પામ્યો છે જ્યારે એક્ટીવ કેસ ૧૨૮ની સપાટીએ છે.
આર.ટી.પી.સી.આર.ના ૨૯૯ પૈકી ૧૦ અને રેપીટ ટેસ્ટના ૫૭૦ પૈકી ૦૧ મળી આજે ૧૧ કેસ નોંધાયા છે જેમાંથી દાહોદ અર્બનમાંથી ૦૫, દાહોદ ગ્રામ્યમાંથી ૦૧, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૨, ગરબાડામાંથી ૦૨ અને ફતેપુરામાંથી ૦૧ કેસોનો સમાવેશ થાય છે. આજે હોસ્પિટલમાંથી વધુ ૧૬ દર્દીઓને રજા આપતાં એક્ટીવ કેસ ૧૨૮ રહેવા પામ્યા છે ત્યારે જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી ૮૬ લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.
#SIndhuuday Dahod