દાહોદના એક વ્યક્તિને મેન પાવરનું ટેન્ડર પાસ ન કરાવી મહિલા સહિત ત્રણ જણાએ રૂા.૮ લાખની છેતરપીંડી કરી
દાહોદ તા.૧૪
દાહોદ અને વડોદરામાં રહેતા બે મહિલા સહિત ત્રણ જણાએ દાહોદ શહેરમાં રહેતા એક વ્યક્તિને વિશ્વાસમાં લઈ મેન પાવરનું ટેન્ડરનું કામ પાસ કરાવી આપવાના બહાને રૂા.૮ લાખ પડાવી લઈ ટેન્ડર પાસ ન કરાવતાં પૈસાની પરત માંગણી કરતા વડોદરાના આ વ્યક્તિઓ દ્વારા દાહોદના વ્યક્તિને ફોન પર ધાકધમકીઓ આપી વિશ્વાસઘાત કર્યો હોવાનું દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ કરતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાનું જાણવા મળે છે.
દાહોદમાં હરિરાય મહાપ્રભુ સોસાયટી, ગોધરા રોડ ખાતે અને વડોદરામાં વિશ્વભારતા સોસાયટી, કલા દર્શન ચાર રસ્તા પાસે વાઘોડીયા રોડ અને કારેલીબાગ વિસ્તારમાં રહેતા વૈશાલીબેન પ્રકાશચંદ્ર સોની, વિનોદભાઈ દેસાઈની દિકરી અને અંકુર ઉર્ફે બટકો આ ત્રણેય જણાએ દાહોદ શહેરમાં સહકાર નગરમાં રહેતા રિતેશ લક્ષ્મણભાઈ ભાટીયાને ગત તા.૦૧ સપ્ટેમ્બર ૨૦૧૯ ના સમયગાળા દરમ્યાન રિતેશભાઈને વિશ્વાસમાં લઈ મેન પાવરનું કામ પાસ કરાવી આપવા રિતેશભાઈ પાસેથી રૂા.૮ લાખ લઈ મેન પાવરનું ટેન્ડર પાસ નહીં કરાવી આપી તેમજ આ આપેલા રૂપીયાની માંગણી રિતેશભાઈ દ્વારા કરતાં ઉપરોક્ત ત્રણેય જણાએ રિતેશભાઈને મોબાઈલ ફોન પર મારી નાંખવાની ધમકી આપી આપેલા નાણાં પરત ન કરી રિતેશભાઈ સાથે વિશ્વાસઘાત તેમજ છેતરપીંડી કરતાં આ સંબંધે રિતેશભાઈ લક્ષ્મણભાઈ ભાટીયા દ્વારા ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓ વિરૂધ્ધ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
#Sindhuuyda Dahod

