દાહોદ નગરપાલિકા દ્વારા મ્યુનિસીપલ સેન્ટરના ૧૪ દુકાનદારો દ્વારા ભાડુ અને ટેક્ષ ન ભરતાં ૧૪ દુકાનો સીલ કરવામાં આવી
દાહોદ તા.૧૬
એક્શનમાં આવેલ દાહોદ નગરપાલિકા દ્વારા આજે નગરપાલિકા હસ્તકમાં આવેલ ૧૪ દુકાનોને ભાડા અને ટેક્ષ સંદર્ભે સીલ કરી દેવાની કાર્યવાહી કરતાં પંથકમાં સ્તબ્ધતાનો માહૌલ છવાઈ ગયો હતો.
સ્માર્ટ સીટી અંતર્ગત જાણે દાહોદ નગરપાલિકા ટીમ હવે એક્ટીવ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. દાહોદ શહેરમાં આવેલ નગરપાલિકા હસ્તકની દુકાનોનું ભાડુ અને ટેક્ષ ન ભરતાં દાહોદ શહેરમાં ફાઈનલ પ્લોટ ૮૫માં આવેલ મ્યુનીશીપલ સેન્ટરમાં આવેલ ૧૪ દુકાનો પર આજે પાલિકાના સત્તાધિશોએ ધામા નાખ્યાં હતા અને આ ૧૪ દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી.
#Sindhuuyda Dahod

