ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ટ્રકે રીક્ષાને અડફેટમાં લેતાં બે યુવતીઓના મોત
દાહોદ તા.ર૧
ઝાલોદ તાલુકાના લીમડી ગામે ગામે ચાકલીયા રોડ પર માતેલા સાંઢની જેમ ધસી આવેલી ટ્રકે રીક્ષાને અડફેટે લેતા તેમાં સવાર બે યુવતીઓના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. તેમજ અને લોકોને શરીરે ઓછીવત્તી ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોમાં માર્ગ અકસ્માતોનો પ્રમાણ ખુબ ઝડપથી વધવા પામ્યો છે.વાહનચાલકોની ગફલત તેમજ પૂરઝડપી બેફિકરાઈ ભર્યા ડ્રાંઇવિંગના કારણે છેલ્લા કેટલાય સમયથી માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત રહેતા કેટલાય લોકો માર્ગ અકસ્માતો દરમિયાન કાળના ખપ્પરમાં હોમાઈ ગયા છે. ત્યારે ગઈકાલે ઝાલોદ તાલુકાના લીમડી ગામે ચાકલીયા રોડ પર પુરઝડપે આવી રહેલી જીજે.૧૭. એક્સ.૭૯૪૮ નંબરના ટ્રકે એક નંબર વગરની રીક્ષાને અડફેટે લેતા રિક્ષામાં સવાર ઝાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગામની ૧૮ વર્ષીય શિલ્પાબેન રાયસીંગભાઈ ડામોર,૧૯ વર્ષીય ટીનાબેન બાબુભાઇ ડામોરને શરીરે જીવલેણ ઈજાઓ પહોંચતા તેઓના પ્રાણ પંખેરૂ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જયારે રિક્ષામાં સવાર અને લોકોને ઓછી વત્તી ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતાં ત્યારે ટ્રક ચાલક પોતાનો ટ્રક ઘટનાસ્થળે મુકી ફરાર થઈ ગયો હતો.
આ બનાવ સંબંધે ઝાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગામના રાયસીંગભાઈ વાલાભાઇ ડામોરે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લીમડી પોલીસે ટ્રક ચાલક દૃૈિેઙ્ઘર ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
#Sindhuuyda Dahod

