દાહોદના અમદાવાદ – ઈન્દૌર હાઈવે ખાતે એક યુવકની લાશ મળી આવતાં ખળભળાટ

દાહોદ તા.22

દાહોદ તાલુકાના નાની સારસી ગામેથી પસાર થતાં ઇન્દોર – અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલ એલપીજી ગેસ પંપની સામેની બાજુ ડિવાઈડર પર કોઈક અજાણ્યા હત્યારાએ એક યુવકના માથાના ભાગે હથોડીના ઘા ઝીકી હત્યા કર્યા બાદ સળગાવેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

વધુ મળતી માહિતી અનુસાર દાહોદ તાલુકાના નાની સારસી ગામેથી પસાર થતાં ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર સ્થિત એલપીજી ગેસ પંપની સામે ડિવાઈડર પર એક વ્યક્તિની લાશ અર્ધ બળેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે.મળતી પ્રાથમિક માહિતી અનુસાર આ યુવકના માથામાં હાથોડીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે આ યુવકની ઓળખ હાલ થઇ શકી નથી. ત્યારે ઘટનાની જાણ દાહોદ તાલુકા પોલિસને થતાં પોલિસે હાલ યુવકની લાશનો કબ્જો લઇ પીએમ અર્થે ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી દીધી છે. ત્યારે આ યુવકની હત્યા કોણે અને ક્યાં કારણોસર કરાઈ છે. તે પોલિસ તપાસમાં જ બહાર આવશે તેમ લાગી રહ્યું છે.

#Sindhuuyda Dahod


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: