દાહોદ શહેર સહિત જિલ્લામાં નાતાલ પર્વની કોરોના ગાઈડલાઈનના અંતર્ગત ઉજવણી કરવામાં આવી : ઝાલોદમાં ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવાના કર્મચારીઓએ હોસ્પિટલમાં નાતાલ પર્વની ઉજવણી કરી

આજે ક્રિસમસ એટલે નાતાલના તહેવાર નિમિત્તે દાહોદ શહેર સહિત જિલ્લાના ખ્રિસ્તી સમુદાય દ્વારા ચર્ચ ( દેવળ) માં સાદાઈ થી અને સોશીયલ ડિસ્ટન્સના પાલન સાથે નાતાલ પર્વની હર્ષાેઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. નવા વર્ષના પ્રારંભ સાથે ખ્રિસ્તી સમુદાયે એકબીજાને શેચ્છાઓ પણ પાઠવી હતી.

કોરોના કાળ જ્યારથી શરૂ થયો છે ત્યારથી લઈને આજદિન સુધીના તમામ નાના મોટા તહેવારોની ઉજવણી લોકોએ સાદાઈ પુર્વક અથવા તો કરીજ નથી તેમ કહીએ તો તેમાં કોઈ અતિશ્યક્તિ નહીં ગણાય. હોળી, જન્મષ્ટમી, ભગવાનજગન્નાથ યાત્રા, આઠમ, સાતમ, ઈદ, દિવાળી જેવા અનેક તહેવારો આ વર્ષે લોકોએ સરકારના નિયમોને આધિન ઉજવ્યા છે ત્યારે વર્ષના અંતે ૨૫મી ડિસેમ્બરના રોજ નાતાલ એટલે કે, ક્રિસમસની ઉજવણી ખ્રિસ્તી સમુદાયના લોકો ધામધુમ પુર્વક ઉજવણી કરતા આવ્યા છે. દર વર્ષે દાહોદ શહેરમાં આ સમુદાય દ્વારા જુલુસ સહિતના કાર્યક્રમો યોજવામાં આવતાં હતા પરંતુ આ વર્ષે કોરોના ગ્રહણ લાગતાં આ સમુદાય દ્વારા માત્ર દેવળ (ચર્ચ)માં ભગવાન ઈશુની પુજા, અર્ચના તેમજ પ્રાર્થના કરી હતી અને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા ચર્ચ અને પોત પોતાના ઘરોને રોશનીથી સણગારી દીધા હતા.

૨૫મી ડિસેમ્બરના રોજ સમગ્ર દુનિયામાં નાતાલ પર્વની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે. ભારતમાં પણ અનેક ધર્માેના લોકો રહેતા હોય છે અને તેમાંય ખ્રિસ્તી સમુદાયનું પણ આગવું મહત્વ હોય છે. દેશમાં પણ નાતાલ પર્વની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે દાહોદ જિલ્લામાં આવેલ ઝાલોદ નગરમાં૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવાના કર્મચારીઓ દ્વારા ઝાલોદ સીએચસી હોસ્પિટલ ખાતે જઈ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકો તેમજ દર્દીઓને ચોકલેટ, બિસ્કીટ વિગેરે આપી શુભેચ્છા પાઠવી હતી. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં ઝાલોદના ૧૦૮ ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: