દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગામડી પુર્વ ગામે મછાર ફળીયામાં ઘરના માણસોને બિમાર રાખવાના આરોપ મુકી થયેલ ઝઘડામાં લાકડી તથા ગડદાપાટુનો માર મારતા
દાહોદ, તા.૧૯
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગામડી પુર્વ ગામે મછાર ફળીયામાં ઘરના માણસોને બિમાર રાખવાના આરોપ મુકી થયેલ ઝઘડામાં લાકડી તથા ગડદાપાટુનો માર મારતા બંને પક્ષના કુલ ચાર જેટલા ઈસમોને ઈજાઓ થતા બંને પક્ષ દ્વારા ઝાલોદ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવાયાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગામડી પુર્વ ગામના મછાર ફળીયાના કુરીયાભાઈ છગનભાઈ મછાર, રોનીભાઈ કુરીયાભાઈ મછાર, અરવીંદભાઈ પારસીંગ મછાર, તથા અંકુરભાઈ પારસીંગભાઈ મછાર એમ ચારે જણાએ તેમના ફળીયાના રસુભાઈ લાલાભાઈ મછારને બેફામ બિભત્સ ગાળો બોલી, તુ અમારા ઘરના માણસોને બિમાર કરી મુકે છે તેમ કહી રસુભાઈ મછાર તથા અન્યને લાકડીનો ફટકો કપાળમાં મારી તથા ગડદાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધાકધમકી આપી હતી.
આ સંબંધે ગામડી પુર્વ ગામના મછાર ફળીયામાં રહેતા ઈજાગ્રસ્ત રસુભાઈ લાલાભાઈ મછારે ઝાલોદ પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે મછાર કુટુંબના કુરીયાભાઈ છગનભાઈ, રોનીભાઈ કુરીયાભાઈ, અરવીંદભાઈ પારસીંગભાઈ તથા અંકુરભાઈ પારસીંગભાઈ વિરૂધ્ધ મારામારીનો ગુનો દાખલ કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે સામા પક્ષની ફરીયાદ મુજબ ગામડી પુર્વ ગામના મછાર ફળીયામાં રહેતા મછાર કુટુંબના રમસુભાઈ ભાઈલાલાભાઈ, રસુભાઈ લાલાભાઈ, વિનુભાઈ રસુભાઈ તથા અલ્પેશભાઈએ તેમના ફળીયામાં રહેતા અરવીંદભાઈ પારસીંગભાઈ મછારને ગાળો બોલી અમોએ વેચાણથી જમીન રાખેલ છે અને તોમ કેમ ગીરો રાખી છે.તેમ કહી અરવીંદભાઈ પારસીંગભાઈ તથા રોનીભાઈ કુરીયા ભાઈ લાકડીઓનો માર મારી ઈજાઓ કરી અરવીંદ મછારને શરીરે તથા મોઢાના ભાગે ગડદાપાટુનો માર મારી ઈજાઓ કરી, તુ અમારા ઘરના માણસોને બિમાર કરી મુકે છે તેમ કહી જાનથી મારી નાખવાની ધાકધમકી આપી હતી.
આ સંબંધે ઝાલોદ પોલીસે મારામારીનો ગુનો દાખલ કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે.