શ્રીરામ મંદિર નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત શ્રીરામ મંદિર નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાન જે સમગ્ર દેશભરમાં ચાલવાનું છે તે અંતર્ગત દાહોદ જિલ્લાનાં અભિયાન કાર્યાલયનું ‘જ્ઞાનદિપ હોલ’ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું
દાહોદ
આજ રોજ ગોવિંદનગર, દાહોદ ખાતે શ્રીરામ મંદિર નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાન જે સમગ્ર દેશભરમાં ચાલવાનું છે તે અંતર્ગત દાહોદ જિલ્લાનાં અભિયાન કાર્યાલયનું ‘જ્ઞાનદિપ હોલ’ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી પૂજ્ય સંતો ઉપસ્થિત રહ્યા હતાં જેમાં પ.પૂ હરિચરણદાસ મહારાજ (કબીરમંદિર,પાલ્લી)
પૂ.ગોવિંદજીત્યાગી મહારાજ(હનુમાન મંદિર, પાણિયા)
પૂ.પારસિંગદાસજી મહારાજ (હાંડી, સિંગવડ), પૂ.મથુરદાસજી મહારાજ, આ. વિજયભાઈ વ્યાસ(નાગેશ્વર મંદિર દાહોદ), આ.ડો.રાજાભાઈ શાસ્ત્રી (દાહોદ) વગેરેનાં આશિર્વચનો પ્રાપ્ત થયાં હતાં.
આ કાર્યક્રમમાં શ્રીરામ મંદિર માટે થયેલ સંઘર્ષ એવાં કારસેવામાં ભાગ લીધેલાં જિલ્લામાંથી ગયેલાં કારસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રા.સ્વ.સંઘનાં શ્રી વિષ્ણુભાઈ પટેલ દ્વારા મંદિર માટે થયેલાં સંઘર્ષની જાંખી આપી હતી. આ અભિયાન માટે સૌ કાર્યકર્તાઓને જોડાવવા માટે અભિયાનનાં અધ્યક્ષ શ્રી રમણભાઈ બારીયાએ આહ્વાન કર્યું હતું કે દાહોદ જિલ્લાનાં દરેક ગામે-ગામ પહોંચીને ભગવાન શ્રીરામનાં ભવ્ય મંદિર નિર્માણ માટે યથાશક્તિ સહયોગ કરવા માટે જિલ્લાનાં ૭૦૦ થી વધું ગામોનાં ૬ લાખ પરીવારોનો સંપર્ક કરશે. આ મહા અભિયાન ૧૫ જાન્યુઆરીથી ૨૭ ફેબ્રુઆરી સુધી ચાલનાર છે જેમાં જિલ્લાની મુખ્ય સમિતિ બની હતી અને હવે પછી દરેક તાલુકાની સમિતિઓ બનનાર છે, ખૂબ જ સુક્ષ્મ આયોજન વિ.હિ.પ. અને સંઘ દ્વારા કરવામાં આવ્યું છે જેનાં દ્વારા સમગ્ર જિલ્લામાંથી સહયોગ પ્રાપ્ત થાય અને દરેક વ્યક્તિ મંદિર નિર્માણમાં સહયોગનો ગૌરવ લઈ શકશે, સમગ્ર જિલ્લો રામમય બનશે.
ઉલ્લેખનીય છે કે ૫૦૦ વર્ષનાં લાંબા સંઘર્ષબાદ અને લાખો બલિદાનો બાદ રામલલ્લાનાં જન્મસ્થાને ભવ્ય મંદિર નિર્માણ થનાર છે જે રાષ્ટ્રમંદિર બની રહેશે.
જેને સૌ રા.સ્વ.સંઘ, વિ.હિ.પ., ભા.જ.પાનાં કાર્યકર્તાઓએ ઉત્સાહભેર વધાવી લીધું હતું, આ અભિયાનમાં મહિલાશક્તિ પણ જોડાનાર છે જેઓનાં પ્રતિનિધિઓ આજે ઉપસ્થિત રહ્યા હતાં.
શ્રીરામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાનનાં જિલ્લા કાર્યલયનાં ઉદ્ઘાટનને ફટાકડા ફોડીને અને સૌને પ્રસાદી આપીને ઉજવણી કરવામાં આવી હતી અને જય શ્રીરામનાં નારાં સાથે આસપાસનું વાતાવરણ રામમય બન્યું હતું.