એલ.સી.બી.પોલિસ દ્વારા હિરેન પટેલ હત્યાંકાડમાં ધરપકડ કરેલ અમિત કટારાને આજરોજ કોર્ટમાં રજુ કરતાં કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા
દાહોદ તા.૦૧
બહુચર્ચિત દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કાઉન્સીલરના હત્યાંકાડમાં ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારા ભાઈ અમિત કટારાનું નામ ઉછળતાંની સાથે જ તેની ધરપકડ કર્યા બાદ આજરોજ અમિત કટારાને ઝાલોદ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો અને જ્યાં તેના તારીખ ૦૫ જાન્યુઆરી એટલે કે, પાંચ દિવસના કોર્ટે રિમાન્ડ મંજુર કરતાં હવે આ હત્યાંકાડ પાછળથી અનેક ચહેરાઓ બહાર આવવાની સંભાવનાઓ જણાઈ રહી છે.
ઝાલોદના કાઉન્સીલરની હત્યા પ્રકરણમાં એક પછી એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ ઝાલોદના જ ઈરફાન ઉર્ફે ઈમુ ગુડાલાની ગુજરાત એટીએસની ટીમે હરીયાણાથી ધરપકડ કર્યા બાદ આ હત્યાકાંડમાં ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અમિત કટારાનું નામ ઉછળતાંની સાથે જ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આ અમિત કટારાના ધરપકડના ચક્રોગતિમાન કરી દીધા હતાં અને ગણતરીના કલાકોમાં આ અમિત કટારાને ઝાલોદ તાલુકાના ચિત્રોડીયા ગામેથી ગઈકાલે એટલે કે, તારીખ ૩૧ ડિસેમ્બરના રોજ તેના આશ્રય સ્થાનેથી એલ.સી.બી. પોલિસે અટકાયત કરી દાહોદ પોલીસ મથકે લાવ્યા હતા. આજરોજ ઝાલોદ તાલુકા કોંગ્રેસ દ્વારા ઝાલોદ પ્રાંત અધિકારીને આ બાબતે એક તરફ આવેદનપત્ર સુપરત કર્યું ત્યારે બીજી તરફ આ અમિત કટારાને દાહોદ પોલીસ દ્વારા ઝાલોદ કોર્ટમાં હાજર કરવાની કાર્યવાહી વચ્ચે આ મામલો ઝાલોદ નગરમાં ભારે તંગદીલી પણ ફેલાવી હતી પરંતુ પોલીસ દ્વારા પોતાની ફરજ પર અડગ રહી આ અમિત કટારાને મોડી સાંજે ઝાલોદ કોર્ટમાં રજુ કર્યાે હતો અને ઝાલોદ કોર્ટ સમક્ષ તેના ૧૪ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટ દ્વારા દલિલોને ગ્રાહ્ય રાખી તેના પાંચ દિવસના એટલે કે, તારીખ ૦૫મી જાન્યુઆરી ૨૦૨૧ સુધીના રિમાન્ડ મંજુર કરતાં દાહોદ જિલ્લાના રાજકારણમાં એક પ્રકારનો સ્તબ્ધતાનો માહોલ પણ જાેવા મળ્યો હતો.
#Sindhuuyda Dahod