અમિત કટારાની ધરપકડના મામલે વિરોધ વંટોળ : ઝાલોદ કોંગ્રેસ સમિતિ દ્વારા ઝાલોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત

દાહોદ તા.૦૧
ઝાલોદના કાઉન્સીલર હિરેન પટેલ હત્યાંકાડમાં ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અમિત કટારાની આ કેસ સંદર્ભે ઝાલોદના ચિત્રોડીયાથી અટકાયત કર્યા બાદ આજરોદ ઝાલોદના કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો સર્જાયો છે અને એમએલએ ભાવેશ કરારા, તેમના પિતા બાબુભાઈ કટારા સહિત ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અમિત કટારાની ધરપકડના મામલે ભારે વિરોધ નોંધાવ્યો હતો. રાજકીય કિન્નાખોરી રાકી ખોટા કેસ કર્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યો છે. ઝાલોદ નગરમાં વિશાળ રેલી યોજી પ્રાંત અધિકારીને આ બાબતનું એક આવેદન પત્ર પણ સુપરત કર્યું હતું અને જણાવ્યું હતું કે, યોગ્ય તપાસ ન થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. ઝાલોદ નગરમાં આ રેલીને ધ્યાનમાં લઈ દાહોદ જિલ્લા એસ.પી. સહિત જિલ્લા પોલીસ કાફલો ઝાલોદ ઘસી ગયો હતો અને હાલ પણ કોઈ અનીચ્છીનીય બનાવ ન બને તેની સંપુર્ણ તકેદારી રાખે ઝાલોદ નગરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

ઝાલોદ તાલુકા કોંગ્રેસ તમિતિના પ્રમુખ મુકેશભાઈ સવસિંહભાઈ ડાંગીની ઉપસ્થિતિમાં ઝાલોદ પ્રાંત અધિકારીને આપવામાં આવેલ આવેદન પત્રમાં જણાવ્યાં અનુસાર, ઝાલોદ લોકસભાની ચુંટણીમાં ભાજપાને ઓછા મતો મળતાં ચુંટણી પછી રાજકીય અદાવત રાખી સરકાર દ્વારા સામ,દામ અને દંડની ભેદી નીતિ વાપરી કોંગ્રેસ પણ તરફી વલણ ધરાવનાર ઝાલોદમાં અનેક સરપંચોને ખોટા કેસમાં ફસાવી સસ્પેન્ડ કરવામાં આવેલ છે, કોંગ્રેસમાં જાેડાયેલ નિવૃત અધિકારીઓ અને કર્મચારીઓને પણ રાજકીય કિન્નાખોરી રાખી ખોટી ખાતાકીય તપાસ કરાવી હેરાન કરવામાં આવી રહેલ છે, હિરેન પટેલ કેસમાં રાજકીય દબાણને વશ થઈ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસને સાચી દિશામાં લઈ જવાને બદલે રાજકીય રંગ આપી કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને ખોટી રીતે ખોટા કેસોમાં ફસાવી તાલુકા અને જિલ્લા પંચાયતની ચુંટણીઓમાં નડતરરૂપ ન બને તે માટે ખોટી રીતે ફસાવવામાં આવી રહેલ છે, જેવા આક્ષેપો સાથે કોંગ્રેસ સમિતિ દ્વારા આ બાબતને સખ્ત શબ્દોમાં વખોડી વિરોધ નોંધાવ્યો હતો. વધુમાં જણાવ્યા અનુસાર, હિરેન પટેલ કેસમાં હિરેન પટેલના રંગીન મીજાજી જીવન વિશે અને તેના કોની કોની સાથે મધુર સંબંધો હતા અને તેમની કુલ પત્નિઓ છે તેના કેટલા બાળકો છે, આ તમામ બાબતોની વિશે તમામ ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરવા છતાંય પોલીસ દ્વારા આ હિરેન પટેલના રંગીન મીજાજ સંબંધો વિશે આજદિન સુધી યોગ્ય તપાસ કરવામાં આવેલ કેમ નથી? તેવા પણ પ્રશ્નો આવેદનપત્રમાં કરવામાં આવ્યા હતાં. હિરેન પટેલની હત્યાં તેમના મીજાજી શોખને કારણે કરવામાં આવી હોવાનું પણ આવેદનપત્રમાં જણાવ્યું હતું. વધુમાં તેઓ દ્વારા જણાવ્યા અનુસાર, ઝાલોદ નગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સીલર અંતિમ અગ્રવાલની આત્મહત્યા સમયે તેમના પરિવાર દ્વારા અંતિમ અગ્રવાલે દબાણને વશ થઈ આત્મહત્યા કરી હોવાની શંકા જતાવી સાચિ દિશામાં તપાસ કરવામાં આવે તે બાબતે એડી દાખલ કરાવેલ હતી. આ કેસમાં અંતિમ અગ્રવાલે ક્યાં કારણોસર અને તેમને કોને ધમકી આપી અને કોણે બ્લેક મેઈલ કરી ખંડણીની માંગણી કરી તે બાબતે અને તેમના ફોન કોલને ચેક કરી યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ હતી તેમ છતાં આજદિન સુધી આ કેસમાં પણ યોગ્ય તપાસ કરવામાં આવી ન હતી અને હિરેન પટેલ કેસમાં ખોટી રીતે ઉંડાણ પુર્વક જઈ પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓને ફસાવવામાં આવી રહ્યા છે. ઝાલોદ તાલુકામાં ૨૦૧૭થી ભાજપા છોડી કોંગ્રેસમાં આવેલ માજી સાંસદ બાબુભાઈ કટારા અને સીટીંગ ધારાસભ્ય ભાવેશ કટારાના કારણે ઝાલોદ તાલુકામાં કોંગ્રેસ પક્ષનું કદ મજબુત થતાં નગરપાલિકા, વિધાનસભા અને વર્ષાે બાદ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સક્ષની સત્તા આળતાં રાજકીય કિન્નાખોરી રાખી સરકાર દ્વારા બાબુભાઈ કટારાના પરિવારને ખોટી રીતે હિરેન પટેલ કેસમાં ફસાવી બદનામ કરી કોંગ્રેસ પક્ષને નેસ્ત નાબુદ કરવા પોલીસ દ્વારા કરવામાં આવેલ બેવડી નિતીને ઝાલોદ કોંગ્રેસ સમિતિ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી વિરોધ નોંધાવ્યો હતો. વધુમાં કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવ્યા અનુસાર, આ તમામ પાસાઓ ઉપર તપાસ અને અને પોતાની માંગણીઓને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં ભુખ હડતાળ તેમજ ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: