કલેક્ટરની ઉપસ્થિતિમાં દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિન ડ્રાય રનનું આયોજન

દાહોદ તા.૦૨
આજે દેશભરમાં કોરોના વેક્સિન ડ્રાય રન શરૂ કરવામાં આવ્યું છે જેમાં દેશભરના ૧૧૬ જિલ્લામાં ૨૫૯ સ્થળે ડ્રાય રન અને ગુજરાતમાં આણંદ,વલસાડ, ભાવનગર અને દાહોદ જિલ્લામાં પણ આ ડ્રાય રન શરૂ કરવામાં આવ્યું હતું. દાહોદમાં ઝાયડસ હોસ્પિટલ ખાતે કલેક્ટરની ઉપસ્થિતિમાં આ ડ્રાય રન કાર્યનો આરંભ કરવામાં આવ્યો હતો અને આ બાબતે કલેક્ટર દ્વારા વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી.
દાહોદ શહેરમાં ઝાયડસ હોસ્પિટલ, અર્બન હોસ્પિટલ અને ગારખાયા વિસ્તારમાં આરોગ્યની ટીમ દ્વારા કોરોના વેક્સિન ડ્રાય રન શરૂ કરવામાં આવ્યું હતું. ઝાયડસ હોસ્પિટલમાં આરોગ્યની ટીમ સાથે કલેક્ટર વિજીય ખરાડી ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ જણાવ્યા અનુસાર, કોરોના વેક્સિનના અંતર્ગત ડ્રાય રનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને કોવિડ વેક્સિન જ્યારે આવશે તેનો સપ્લાય, સ્ટોરેજ અને કેવી રીતે વેક્સિનેશન આપવામાં આવશે તેનું મોકડ્રીલ કમ ડ્રાય રન યોજવામાં આવ્યો છે. ખાસ કરીને જે પણ વ્યક્તિઓ અહીંયા રસીકરણ માટે આવશે તેમના માટે ઓબર્ઝરવેશન એરિયા, રસીકરણ રૂમ અને વેટીંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે અત્યાર સુધી દાહોદ જિલ્લામાં ચાર અલગ – અલગ કેટેગરી તેમાં ૩,૮૦,૦૦૦ કરતાં વધારે લોકોનું હેલ્થ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને જ્યારે આ લોકોને વેક્સિનેશન ઉપલબ્ધ થશે ત્યારે બોલાવવામાં આવશે અને તેમની પાસે જે કોવિડ રજીસ્ટ્રેશન થયું છે તેની અંદર આ લોકોએ જે પુરાવા આપ્યા છે તે પુરાવાના આધારે આ લોકોને રસીકરણના રૂમમાં મોકલવામાં આવશે અને તેના પછી જે કંઈપણ આગળની કાર્યવાહી હશે તે કરવામાં આવશે. ખાસ કરીને દાહોદ જિલ્લામાં આજે ડ્રાય રન બાદ જે પુર્વ તૈયારીઓ કરવામાં આવશે તે તૈયારીઓનો આરંભ કરી દેવામાં આવ્યો છે.

#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: