એ.આર.ટી.ઓ,દાહોદ દ્વારા આજરોજ દાહોદ બસ સ્ટેશન ખાતે માર્ગ અકસ્માતમાં ભોગ બનેલાઓ માટે વિશ્વ શ્રધ્ધાંજલિ દિવસનું આયોજન કરવામાં આવ્યુ
દાહોદ તા.૧૯
દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસ અને એ.આર.ટી.ઓ,દાહોદ દ્વારા આજરોજ દાહોદ બસ સ્ટેશન ખાતે માર્ગ અકસ્માતમાં ભોગ બનેલાઓ માટે વિશ્વ શ્રધ્ધાંજલિ દિવસનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને વાહન ચાલકોને વાહન ચલાવતી વેળાએ સાવચેતી રાખવા તેમજ સુરક્ષા માટેના સુચનો તેમજ ટ્રાફિકના નીયમોનુ પાલન કરવાની અપીલ પણ કરવામાં આવી હતી.
માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા લોકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટે આજરોજ દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસ અને એ.આર.ટી.ઓ.દાહોદ દ્વારા દાહોદ શહેરના બસ સ્ટેશન ખાતે વિશ્વ શ્રધ્ધાંજલિનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમાં મોટરસાઈકલ ચાલકો,ફોર વ્હીલર ચાલકોને વાહન ચલાવતી વેળાએ સાવચેતી રાખવી જણાવવામાં આવ્યુ હતુ. મોટરસાઈકલ ચાલકોને તેમજ ફોર વ્હીલર ચાલકોને ચાલુ ગાડીએ ફોન ઉપર વાત નહીં કરવાનું,હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ પહેરવાની અપીલ કરવામાં આવી હતી અને પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી કે, હું મોટરસાઈકલ ચાલવતી વખતે હેલ્મેટ પહેરીશ, ફોર વ્હીલર ચલાવતી વખતે સીટ બેલ્ટનો ઉપયોગ કરીશ અને કરાવીશ. વાહન ચલાવતી વેળાએ ફોન ઉપર વાત નહીં કરૂ, હંમેશા ગાડી રોડની સાઈડમાં ઉભી રાખી ફોન ઉપર વાત કરીશ, હુ ટ્રાફીકના નિયમોનું પાલન કરીશ અને કરાવીશ.