દાહોદ:ઇન્દોર અમદાવાદ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના,કાળી તળાઈ હાઇવે નજીક હિટ એન્ડ રનની ઘટના,ફોરેસ્ટ કર્મચારી મહિલાની બાઇકને ટ્રકે ટક્કર મારતા મહિલાનું મોત,પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી,ફોરેસ્ટર અધિકારી કર્મચારી ઘટના સ્થળે, ટ્રક ચાલક હોટેલ અવંતિકા નજીક ટ્રક મૂકી ફરાર થયો, પોલિસ તપાસમાં જોતરાઈ


દાહોદ તા.10

દાહોદ તાલુકાના કાળીતળાઈ ગામેથી પસાર થતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર સ્થિત સતી તોરલ હોટલની પાસે માતેલા સાંઢની જેમ ધસી આવેલા એક ટ્રકે મોટરસાયકલ સવાર મહિલા વનકર્મીને અડફેટે લેતા ટ્રકના તોતિંગ પૈડાં નીચે ચગદાઈને મહિલા વનકર્મીનું ઘટના સ્થળે જ મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર દાહોદ તાલુકાના કાળીતળાઈ ગામેથી પસાર થતાં ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર સ્થિત સતી તોરલની પાસેથી વન વિભાગમાં બીટ ગાર્ડ તરીકે નોકરી કરતી અને મુળ છોટાઉદેપુર જિલ્લાના

બોડેલી તાલુકાની રહેવાસી અને હાલ ફોરેસ્ટ ક્વાટર્સના રહેવાસી અનુરાધાબેન પોતાના કબ્જા હેઠળની મોટરસાયકલ પર દાહોદ તરફ જઈ રહી હતી તે સમયે પાછળથી માતેલા સાંઢની જેમ ધસી આવેલા જીજે.03. બી. ડબ્લ્યુ.6339 નંબરના ટ્રકના ચાલકે મોટરસાઇકલ સવાર અનુરાધા બેન ને અડફેટે લેતા ટ્રકના તોતિંગ પૈડાં નીચે ચગદાઈને

અનુરાધા બેનનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. જોકે ઘટનામાં ચાલક પોતાની ટ્રક ઘટના સ્થળેથી હંકારી લઇ ગયો હતો. અને હોટેલ અવંતિકા પાસે ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ દાહોદ પોલીસ મથકે થતાં દાહોદ તાલુકા પોલીસે તાબડતોબ ઘટના સ્થળે મરણજનાર મહિલા વનકર્મી ના મૃતદેહને કબજે લઇ પીએમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારબાદ પોલિસે હોટલ અવંતિકા પાસે ઉભેલી ટ્રકને કબ્જે લઇ ફરાર થયેલા ચાલકને શોધખોળ માં જોતરાઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!