દાહોદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આજથી સરકારના આદેશ અનુસાર ધોરણ ૧૦ અને ૧૨ ના વર્ગાેનો પ્રારંભ કરાવ્યો : સોશિયલ ડિસ્ટન્સ,ફરજીયાત માસ્ક અને સ્ક્રિનીંગ સાથે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ
દાહોદ તા.૧૧
વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી ગુજરાત રાજ્ય દ્વારા ૧૧મી જાન્યુઆરી એટલે કે, આજરોજથી ધોરણ ૧૦ અને ૧૨ના વર્ગાે શરૂ કરવાના નિર્ણય સાથે જ દાહોદ જિલ્લાની શાળાઓમાં સંમતિ પત્રો ધરાવતાં વાલીઓએ પોતાના બાળકોને શાળામાં મોકલ્યા હતાં. શાળામાં આજે પ્રથમ દિવસથી જ સોશીયલ ડિસ્ટન્સ સહિત સેનેટરાઈઝર, સ્ક્રિનીંગ સહિતની ચુસ્ત કામગીરી અમલ કરી દેવામાં આવી છે. આ સાથે જ એક ક્લાસમાં ઓછામાં ઓછા ૨૦ થી ૨૫ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આજે પ્રથમ દિવસે જિલ્લામાં અંદાજે ૧૫ ટકા વિદ્યાર્થીઓ શાળામાં હાજર રહ્યાં હતાં.
૨૦૨૦ના એક વર્ષના વિતી ગયેલા સમયગાળા દરમ્યાન કોરોના વૈશ્વિક મહામારીને પગલે ઔદ્યોગિક, સામાજીક, વ્યાપારીક તેમજ અનેક માધ્યમો ઠપ્પ થયાં હતા. સરકાર દ્વારા લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી લોકડાઉનનું શસ્ત્ર ઉજામ્યું હતું અને આ સમયગાળા દરમ્યાન અનેક ક્ષેત્રો નિશ્ચિત સમયગાળા માટે બંધ રહ્યાં હતા ત્યારે વાત કરીએ શિક્ષણની તો શિક્ષણ વિભાગ પણ આ કોરોના વૈશ્વિક મહામારીમાં વિદ્યાર્થીઓના પણ સ્વાસ્થ્યની ચિંતા કરી સરકાર દ્વારા શાળાઓ, કોલેજાે બંધ કરી દેવામાં આવી હતી પરંતુ હવે જ્યારે એક તરફ કોરોના વેક્સિનની જાહેરાત બાદ પુનઃ શાળાઓ અને કોલેજાે ખોલવા તરફ નિર્ણયો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આ સંદર્ભે જ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ગત તા.૬ જાન્યુઆરીના રોજ નિર્ણય કર્યાે હતો કે, ૧૧મી જાન્યુઆરી ૨૦૨૧થી ધોરણ ૧૦ અને ૧૨ના વર્ગાે શરૂ કરવામાં આવશે. આ નિર્ણય સાથે ગુજરાત રાજ્યનું શિક્ષણ વિભાગ આગોતરી તૈયારીઓમાં લાગી ગયું હતું ત્યારે દાહોદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ પુર્વ તૈયારીઓની કામગીરીમાં પ્રથમ વાલીઓ પાસેથી સંમતિ પત્ર મંગાવ્યા હતા અને ત્યાર બાજ જિલ્લાની શાળાઓના આચાર્ય સાથે ઓનલાઈન મીટીંગનું પણ આયોજન કર્યું હતું. આજે ૧૧મી જાન્યુઆરી ના રોજ ધોરણ ૧૦ અને ૧૨ના વર્ગાે શરૂ થતાં દાહોદ શહેર સહિત જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓનું આગમન થયું હતું. આજે પ્રથમ દિવસે વર્ગાેમાં નહીવત્ સંખ્યા જાેવા મળી હતી. શાળાના સત્તાધિશો દ્વારા શાળામાં, દરેક વર્ગખંડોમાં કોરોના ગાઈડલાઈનના પાલન સાથે વર્ગાે શરૂ કર્યા હતાં. શાળામાં આજે વિદ્યાર્થીઓ પ્રવેશ લેતાંની સાથે પ્રથમ શાળાના ગેટ પરથી વિદ્યાર્થીઓનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું હતુ ત્યારે બાદ વર્ગમાં પ્રવેશ કરતી વખતે થર્મલ સ્ક્રિનીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. દરેક વર્ગ ખંડમાં સેનેટરાઈઝર, માસ્ક ફરજીયાત ઉપયોગ કરવામાં આવી રહ્યું છે તે સાથે શાળામાં મેડીકલ સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. એક વર્ગખંડમાં અંદાજે ૨૦ થી ૨૫ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે અને તે પણ સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે કરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ના અંદાજે કુલ ૧ લાખ ઉપરાંત વિદ્યાર્થીઓને સમાવેશ થાય છે. ૩૦ ટકા વિદ્યાર્થીઓના વાલીઓએ પોતાના બાળકોને શાળામાં મોકલવાની સંમતિ દર્શાવી હતી ત્યારે આજે પ્રથમ દિવસે આ ૩૦ ટકામાંથી ૧૫ ટકા વિદ્યાર્થીઓ શાળામાં હાજર રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. શાળાના સત્તાધિશોના જણાવ્યા અનુસાર આજે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની સંખ્યા નહીવત્ રહી છે પરંતુ આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓના વાલીઓ સાથે સંકલનમાં રહી વિદ્યાર્થીઓને શાળામાં મોકલવા વાલીઓને અપીલ પણ કરવામાં આવશે અને આશા પણ દર્શાવે છે કે, આવનાર દિવસોમાં શાળા રાબેતા મુજબ ધમધમતી થશે.
#SIndhuuday Dahod