ગુજરાત જનતા જાગૃતિ મંચ વિવિધ પડતર માંગણી સંદર્ભે દ્વારા દ્વારા ભવ્ય રેલી યોજવામાં આવી

દાહોદ તા.૧૨

ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા આઉટસોર્સ્િંાગની નિતી નાબુદ કરવાની માંગ સાથે માસ સીએલ ઉપર ઉતરી સફેદ વસ્ત્ર પહેરી આઉટસોર્સ્િંાગની નિતીનું બેસણું કરી ભારે વિરોધ દર્શાવી આજરોજ આ કર્મચારીઓએ દાહોદ શહેરમાં ભવ્ય રેલી કાઢી જિલ્લા પંચાયત ખાતે પહોંચ્યા હતાં અને જ્યાં આવેદનપત્ર આપ્યું હતું.

આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૧૦ થી વર્ગ – ૪ની કાયમી ભરતી બંધ કરી આઉટસોર્સ્િંાગની નિતી અમલમાં મુકાવામાં આવેલ ચે. સમયાંતરે વર્ગ – ૩ ની રેગ્યુલર મહેકમની ખાલી જગ્યાઓમાં પણ આઉટસોર્સ્િંાગ શરૂ કરી દેવામાં આવેલ છે. આ આઉટસોર્સ મેન પાવર દ્વારા કર્મચારીઓ પુરા પાડતી એજન્સીઓ દ્વાર કર્મચારીઓને નિયત વેતન કરતાં ઓછુ વેતન આપતાં હોવાથી ઈપીએફ, ઈએસઆઈસી, બોનસ અને એરિયર્સ ચુંકવવામાં ધાંધલી કરતી હોવાની અવરા નવાર ફરિયાદો ઉઠતી હતી પરંતુ અધિકારીઓની લાપરવાહીથી યોગ્ય તપાસ ના કરવાના કારણે વર્ષાેથી એજન્સીઓ દ્વારા કર્મચારીઓનું શોષણ યથાવત્‌ રહેલ છે. આરોગ્ય વિભાગ હસ્તકના તમામ આરોગ્ય કેન્દ્રોના આઉટસોર્સ કર્મચારીઓનો નવેમ્બર મહિનાનો પગાર એસ્કો એકાઉન્ટ દ્વારા ચુકવવાનો કમિશ્નર આરોગ્ય, તબીબ સેવાઓ અને તબીબી શિક્ષણ, ગાંધીનગર દ્વારા આદેશ કરવા છતાંય અધિકારીઓની લાપરવાહીના કારણે સમયસર એસ્કો એકાઉન્ટ ન ખુલવાને કારણે એજન્સીના કોન્ટ્રાક્ટ પુર્ણ થઈ જવા છતાંય કર્મચારીઓનો નવેમ્બર અને ડિસેમ્બર મહિનાનો પગાર હજી સુધી ચુકવાયો નથી જેના કારણે જીવના જાેખમે કોરોનાની કામગીરી કરતાં કર્મચારીઓમાં આક્રોશ વ્યાપી ગયેલ છે. આ તમામ માંગણીઓ સાથે આ કર્મચારીઓએ એક પણ ચીમકી ઉચ્ચારી હતી કે, કોરોના વેક્શિનની કામગીરીનો બહિષ્કાર કરતાં પણ અચકાઈશું નહીં. તેમ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!