દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં એક બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો ઃ રૂા.૯૮,૫૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર
દાહોદ તા.૧૮
દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તાર ખાતે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનની બારીમાંથી પ્રવેશ કર્યો હતો અને મકાનમાં મુકી રાખેલ સોના – ચાંદીના દાગીના, રોકડા રૂપીયા, ઘડીયાળ વિગેરે મળી કુલ રૂા.૯૮,૫૦૦ની મત્તાનો તસ્કરો હાથફેરો કરી લઈ નાસી જતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંદાવા પામી છે. સાથે જ આ તસ્કરીથી ગોદી રોડ વિસ્તારમાં લોકો ફફડાટ પણ ફેલાયો છે.
દાહોદ ગોદી રોડ વિસ્તાર ખાતે રામનગર પાછળ આવેલ યોગેશ્વર સોસાયટીમાં રહેતા ભુપેન્દ્રભાઈ આસનદાસ પેલુમલ જાેબનપુરાના બંધ મકાનને ગત તા.૧૬મી જાન્યુઆરીના રોજ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને મકાનની બારીમાંથી અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી મકાનમાં મુકી રાખેલ રોકડા રૂપીયા ૫,૦૦૦ હજાર, ૧૦ નંગ સોનાની વીટી, ૦૯ જાેડ સોનાના એરીંગ, એક દિવાલ ઘડીયાળ, પાંચ જાેડ ચાંદીના પાયલ, ૧૪ ચાંદીના સિક્કા, નાના છોકડાના હાથમાં પહેરવાના કડા નંગ.૦૪ વિગેરે મળી કુલ રૂા.૯૮,૫૦૦ની મત્તાની તસ્કરો ચોરી કરી લઈ નાસી વિસ્તારમાં ખળભળાટ સાથે તસ્કરોના આતંકથી લોકોમાં ચોરીના ભય સાથે ફફડાટ પણ ફેલાવા પામ્યો છે.
આ સંબંધે ભુપેન્દ્રભાઈ આસનદાસ પેલુમલ જાેબનપુરા દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
#Sindhuuday Dahod