દેવગઢ બારીઆ તાલુકાના સીમળીયાઘસી ગામેથી પોલીસે રૂા.૧.૪૧ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એકની અટક કરી
દાહોદ તા.૧૮
દેવગઢ બારીઆ તાલુકાના સીમળીયાઘસી ગામે પોલીસની નાકાબંધી દરમ્યાન એક બોલેરો ગાડીમાંથી પોલીસે કુલ રૂા.૧,૪૧,૮૪૦ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.૫,૪૬,૮૪૦ના મુદ્દામાલ સાથે એકની અટક કર્યાનું જાણવા મળે છે જ્યારે વધુ બે જણાની પોલીસે ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
દિલીપભાઈ બાબુભાઈ પટેલ (રહે.ઝાબીયા,વેડીયા ફળિયું,તા.દેવગઢ બારીઆ), નરવતભાઈ શંકરભાઈ બારીયા (રહે.સીમળાઘસી, તા.દેવગઢ બારીઆ) અને અલ્કેશભાઈ બાબુભાઈ ગમાર (રહે.ટીમરવા, તા.દેવગઢ બારીઆ) આ ત્રણેય જણા એકબીજાના મેળાપીપળામાં પોતાના કબજાની એક બોલેરો ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં હતાં. આ દરમ્યાન ગત તા.૧૭મી જાન્યુઆરીના રોજ આ ત્રણેય જણા એક બોલેરો ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો લઈ સીમળીયાઘસીથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે ત્યાં નાકાબંધીમાં ઉભેલ પોલીસને શંકા જતાં ગાડી ઉભી રખાવી હતી જેમાં રૂા.૧,૪૧,૮૪૦ના પ્રોહી જથ્થા સાથે દિલીપભાઈ બાબુભાઈ પટેલની બોલેરો ગાડી સાથે અટકાયત કરી પોલીસે કુલ રૂા.૫,૪૬,૮૪૦નો મુદ્દામાલ કબજે લઈ નરવતભાઈ અને અલ્કેશભાઈ વિરૂધ્ધ પણ પ્રોહીનો ગુનો નોંધી સાગટાળા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#Sindhuuyda Dahod

