ઘરની અંદર સુતેલ એક પરણિત મહિલાના ઘરમાં ઘુસી મહિલાને પકડી પાડી મોંઢુ દબાણી તેણીની મરજી વિરૂધ્ધ
દાહોદ તા.૨૦
દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામે એક ઈસમે વહેલી સવારે ઘરની અંદર સુતેલ એક પરણિત મહિલાના ઘરમાં ઘુસી મહિલાને પકડી પાડી મોંઢુ દબાણી તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારતા પોલીસમાં ફરિયાદ નોંધાયાનું જાણવા મળે છે.
દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામે રહેતો સુભાષભાઈ બળવંતભાઈ બારીયાએ ગતરોજ દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી એક પરણિતાના ઘરે વહેલી સવારના ૫ વાગ્યાના સમયે આવ્યો હતો તે સમયે મહિલા પોતાના ઘરમાં સુતી હતી અને સુભાષભાઈ બારીયા મહિલાના ઘરમાં પ્રવેશ્યો હતો અને મહિલાની ખેંચતાણ કરી તેણીનું મોઢુ દબાણી મહિલાની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારી નાસી જતા આ સંદર્ભે બળાત્કારનો ભોગ બનેલ મહિલાએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

