દાહોદમાં મિઠાઇ અને ફરસાણની દુકાનો પર GSTના દરોડા, 8 નામાંકિત સ્થળોએ ટીમ ત્રાટકી : નવા વર્ષમાં કરચોરી ડામવા માટે જીએસટી ડિપાર્ટમેન્ટે કમર કસી છે

ગતરોજ મોડી રાતથી દાહોદના નામાંકિત મિઠાઇ અને ફરસાણની દુકાનો પર જીએસટી ના દરોડા

વડોદરાની વિવિધ ટીમો ત્રાટકી હિસાબીવહી તપાસવાની કામગીરી શરૂ કરી

વર્ષ 2021 માં જીએસટી વિભાગ દ્વારા કરચોરો સામેની કાર્યવાહી તેજ કરી દીધી હતી. ગતરોજ મોડી રાતથી દાહોદના નામાંકિત મિઠાઇ અને ફરસાણની દુકાનો પર જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આજરોજ બપોર સુધી પણ દરોડાની કાર્યવાહી ચાલુ હતી.

જીએસટી કાયદો લાગુ કરાયા બાદ અનેક રીતે ભેજાબાજો દ્વારા ટેક્સ ચોરી કરવા અવનવા રસ્તાઓ અપનાવવામાં આવે છે. તો બીજી બાજુ જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા કરચોરો પર સઘન દેખરેખ રાખવામાં આવતી હોય છે. વર્ષ 2021 માં કરચોરી ડામવા માટે જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. ગતરોજ મોડી રાતથી સેન્ટ્રલ જીએસટી, વડોદરાની ટીમ દ્વારા દાહોદના નામાંકિત મિઠાઇ અને ફરસાણવાળાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. વડોદરાની અનેક ટીમો ગત મોડી રાતથી દુકાનો પર ત્રાટકી હતી. અને હિસાબી વહીઓ અને કોમ્પ્યુટર જનરેટેડ બિલની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. 8 જેટલી જગ્યાઓ પર સીજીએસટીની ટીમો ત્રાટકી હતી. દાહોદની પ્રખ્યાત, રતલામ સ્વીટ્સ, શ્રી કૃષ્ણ સ્વીટ્સ, અને અભિષેક નમકીનની દુકાનો પર ટીમ દ્વારા હિસાબોની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે.

ગતરોજથી ચાલુ કરવામાં આવેલા દરોડા આજરોજ બપોર સુધી ચાલુ રહ્યા હતા. દરમિયાન જીએસટી ડિપાર્ટમેન્ટને મોટી કરચોરી પકડી પાડવામાં સફળતા મળી હોવાનું શક્યતા સેવાઇ રહી છે. દરોડા બાદ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થશે.

#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: