૭૨માં પ્રજાસત્તાક દિને બે હેલીકોપ્ટર રાષ્ટ્રધ્વજ ઉપર ગુલાબની પાંખડીઓ વરસાવશે

એરફોર્સના બે ચેતક હેલીકોપ્ટર દ્વારા દાહોદમાં ૫૦ કિલો પુષ્પોની વર્ષા થશે

દાહોદમાં ૭૨માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તા.૨૬ના રોજ સવારના સમયે એરફોર્સના બે ચેતક હેલીકોપ્ટર દાહોદના આકાશમાંથી ઉડવાના છે. આ હેલીકોપ્ટર દ્વારા રાષ્ટ્રધ્વજ ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવશે.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજે આ ઇવેન્ટની માહિતી આપતા કહ્યું કે, વડોદરા એરફોર્સ સ્ટેશન ઉપરથી બે ચેતક હેલીકોપ્ટર તા. ૨૬ના રોજ દાહોદ આવશે. આ હેલીકોપ્ટર દ્વારા તિરંગા ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવશે. આ માટે હેલીકોપ્ટરમાં ૫૦ કિલો ગુલાબના ફૂલો રાખવામાં આવશે. આ ફૂલોને એરફોર્સના જવાન નીચે વરસાવશે. આ માટે એક વખત રિહર્સલ કરવામાં આવશે.

#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: