જમ્મુતાવી એક્સપ્રેસ ટ્રેનમાં ગંદકીના સામ્રાજ્યના પગલે મુસાફરો દ્વારા દાહોદ રેલવે સ્ટેશને ભારે હોબાળો મચાવ્યો

દાહોદ તા.૨૩

જમ્મુ તાવીથી મુંબઈ જતી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેન નંબર ૦૪૬૭૨ ના બે કોચમાં અસહ્ય ગંદકીથી સામ્રાજ્યના પગલે આ ટ્રેન દાહોદ રેલ્વે સ્ટેશને આવતાં આ ટ્રેનના મુસાફરોએ ભારે હોબાળો કરતાં દાહોદ રેલ્વે સ્ટેશને ચકચાર મચી જવા પામી હતી. આર.પી.એફ.નો સ્ટાફ અને રેલ્વે પોલીસનો સ્ટાફ તાબડતોડ પહોંચી મુસાફરોને સમજાવતાં ટ્રેન રવાના કરવામાં આવી હતી પરંતુ ટ્રેન ચાલુ થતાંની સાથે બે વખત ચેઈન પુલીંગ થતાં આ ટ્રેન ૫૪ મીનીટ મોડી દાહોદથી રવાના થતાં મુસાફરોને ભારે હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો પરંતુ આ બે કોચની ગંદકી ત્યાર સુધી પણ સાફ ન કરાતાં અને ટ્રેન આગળ ધપાવી દીધી હતી. કોવિડ – ૧૯ની મહામારી વચ્ચે જ્યારે સાફ સફાઈનું ટ્રેનોમાં પણ ધ્યાન રાખવામાં આવે તેવી લાગણી અને માંગણી સાથે મુસાફરોમાં રેલ્વે તંત્રના આવા વ્યવહારથી અને કામગીરીથી છુપો આક્રોશ પણ જાેવા મળ્યો હતો.

સ્વરાજ એક્સપ્રેસ (જમ્મુતાવી) ના કોચ નંબર એસ ૮ અને એસ ૧૦ આ બે કોચમાં ગંદકીની ભરમાર રહેતા પેસેન્જરોએ દાહોદ રેલ્વે સ્ટેશને ભારે હોબાળો કર્યાે હતો. આર.પી.એફ. સ્ટાફ તાબડતોડ પહોંચી પેસેન્જરો સાથે સમજાવટ કરી ટ્રેન ચાલુ કરાવી રવાના કરતાની સાથે જ થોડીવારમાં બીજી વખત ચેઈન પુલીંગ થઈ હતી અને ટ્રેન થોભી હતી. આ ચેઈન પુલીંગ અને હોબાળાને પગલે આ ટ્રેન ૫૪ મીનીટ મોડી થઈ હતી અને વડોદરા માટે ૫૪ મીનીટી બાદ દાહોદથી રવાના થઈ હતી. મળતી માહિતી પ્રમાણે આ બંન્ને કોચોમાં દિલ્હીથી પેસ્જરો ચઢ્યાં હતાં. કોટામાં આ મુસાફરોએ આ ગંદકી અંગેની ત્યાના રેલ પ્રશાસનને રજુઆત કરી હતી. લેટ્રીંગ બાથરૂમમાં આટલી ગંદકી છે તો તેની સાફ સફાઈ કરાવી આપવા રજુઆત કરી હતી. તે સમયે કોટાના રેલ પ્રશાસન દ્વારા આ અંગે કોઈ ધ્યાન ન આપ્યું કોચની સાફ સફાઈ વગર ટ્રેન રવાના કરી દીધી હોવાની આ મુસાફરો દ્વારા આક્ષેપો પણ કરવામાં આવ્યાં છે. આ બાદ આ ટ્રેન દાહોદ આવતાની સાથે કોચની સાફ સફાઈ અંગે હોબાળો મચ્યો હતો. આ હોબાળાના પગલે દાહોદ રેલ્વે સ્ટેશનના સ્ટેશન માસ્તર, રેલ્વે પોલીસ અને આર.પી.એફ. પોલીસ આ મુસાફરોને સમજાવવા લાગ્યાં હતાં પરંતુ મુસાફરોની માંગણી એવી હતી કે, કોચમાં સાફ સફાઈ કરવામાં આવશે તો જ ટ્રેન આગળ જશે પરંતુ દાહોદ રેલ પ્રશાસન દ્વારા પણ સાફ સફાઈ અંગે કોઈ ધ્યાન ન આપ્યું અને સ્ટેશન માસ્તરે મુસાફરોને ગણકાર્યા ન હોવાના પણ મુસાફરોએ આક્ષેપો કર્યાં હતા અને અમારી જવાબદારી નથી આવતી તેવી સ્ટેશન માસ્તર દ્વારા જણાવાયું હોવાનું મુસાફરોનું કહેવું હતું.

#Sindhuuday Dahod


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: