ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના હુકમોનુ છડેચોક આ ઉલ્લઘંન થતુ હોય તેમ લાગી રહ્યુ છે
દાહોદ તા.૨૪
દાહોદ જિલ્લો એ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદને જાડતો જિલ્લા છે અને તેમાંય સરહદ પારથી વિદેશી દારૂ ઘુસાડી બુટલેગરો પોતાનો ધંધો પુરજાશમાં ચલાવી રહ્યા છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના હુકમોનુ છડેચોક આ ઉલ્લઘંન થતુ હોય તેમ લાગી રહ્યુ છે અને તેમાંય જિલ્લાની પોલીસ અવાર નવાર જિલ્લાના અનેક સ્થળોથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી હોય છે પરંતુ તમામ મોટાભાગના બનાવોમાં પોલીસના હાથે આરોપીઓ નાસી છુટવામાં હંમેશા સફળ રહેતા હોય છે અને પોલીસને વીલા મોઢે આરોપીઓને પકડ્યા વગર પરત ફરવુ પડતુ હોય છે ત્યારે જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ બનેલા પ્રોહીના ત્રણ બનાવોમાં પોલીસે કુલ રૂ.૮,૦,૩૮૦૦(આઠ લાખ આડત્રીસ હજાર) ના વિદેશી દારૂના જથ્થા સાથે બે પીકઅપ ગાડી અને એક આઈસર ટેમ્પો એમ કુલ ત્રણ વાહનો જપ્ત કરી બે ની અટક કર્યાનુ જ્યારે ચાર નાસી જવામાં સફળ રહેતા પોલીસે તપાસ હાથ ધર્યાનું જાણવા મળે છે.
પ્રોહીનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના મંડાવાવ ગામે બનવા પામ્યો હતો જેમાં પોલીસને મળેલ બાતમીના આધારે મંડાવાવ ગામે પોલીસે નાકાબંધી કરી આવતા જતા તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતા હતા તે સમયે એક આઈસર ફોર વ્હીલર ગાડી ત્યાથી પસાર થતા પોલીસ સાબદી બની હતી અને નજીક આવતાની સાથે જ સદર ગાડીની તલાસી લેતા તેમાંથી પોલીસે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ નંગ.૬૭ જેમા નાની મોટી બોટલો નંગ.૧૫૭૨ જેની કુલ કિંમત રૂ.૧,૯૦,૮૦૦ નો પ્રોહી જથ્થા સાથે આઈસર ટેમ્પાના ચાલક પુખદાસ હિરદાસ સંત(રહે.આશીષનગર,સોસાયટી ડુમ્ભાલ પર્વત પાટીયા,સુરત)ની અટક કરી તેની વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રોહીનો બીજા બનાવ દાહોદ તાલુકાના બોરીયાલા ગામે બનવા પામ્યો હતો જેમાં પણ દાહોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે ગત રોજ બારીયાલા ગામે નાકાબંધી કરી આવતા જતા નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતા હતા જેમાં એક પીકઅપ ફોર વ્હીલર ગાડી ત્યાથી પસાર થતા પોલીસ સાબદી બની હતી અને સદર ગાડીમાં સવાર કમલેશભાઈ ધિરજીભાઈ પલાસ(રહે.બોરવાણી,ખાયા ફળિયુ,તા.જિ.દાહોદ),કનુભાઈ સબુરભાઈ માવી(રહે.બોરવાણી,ખાયા ફળિયુ,તા.જિ.દાહોદ) અને પ્રવિણભાઈ ચુનીયાભાઈ નિનામા(રહે.માતવા,તા.જિ.દાહોદ) એમ ત્રણેય જણા પોલીસને જાઈ ગાડીમાંથી ઉતરી નાસી ગયા હતા જ્યારે શૈલેષભાઈ ગંગાભાઈ ડામોર(રહે.ધોળા ખાંખરા,તળાવ ફળિયુ,તા.ઝાલોદ,જિ.દાહોદ) ને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ બાદ પોલીસે સદર ગાડીમા તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ નંગ.૭૪ જેમા નાની મોટી બોટલો કુલ નંગ.૩૦૪૮ જેની કુલ કિંમત રૂ.૧,૭૭,૬૦૦ ના પ્રોહી જથ્થા સાથે સદર ગાડી જપ્ત કરી દાહોદ તાલુકા પોલીસે ઉપરોક્ત ચારેય વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રોહીનો ત્રીજા બનાવ દેવગઢ બારીઆ તાલુકાના રેઢાણા ગામે બનવા પામ્યો હતો જેમાં પોલીસે રેઢાણા ગામે નાકાબંધી કરી ઉભી હતી તે સમયે ત્યાથી એક પીકઅપ ગાડી પસાર થતા દુરથી જ પીકઅપ ગાડીનો ચાલક પોલીસને જાઈ પોતાના કબજાની પીકઅપ ગાડી સ્થળ પર મુકી નાસી જતા પોલીસે સદર પીકઅપ ગાડીમાંથી વિદેશી દારૂ વિદેશી દારૂની પેટી નંગ.૪૦ જેના કુલ બોટલો નંગ.૪૮૦ જેની કુલ કિંમત રૂ.૨,૬૧,૬૦૦ નો પ્રોહી જથ્થો જપ્ત કરી પોલીસે સદર ગાડીના ચાલક વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.