રાષ્ટ્ર સેવિકા સમિતિ, દાહોદ જિલ્લાનાં ‘રાણી લક્ષ્મીબાઈ સાપ્તાહિક મિલન’ દ્વારા ભારતમાતા પૂજન
ગગન સોની, લીમડી
72માં પ્રજાસત્તાકદિન નિમિત્તે આપણે સૌ ધ્વજવંદન તો કરીએ જ છીએ સાથે સાથે મા ભારતીની પણ આરાધના કરીએ છીએ. આજે રાણી લક્ષ્મીબાઈ સા. મિલન દ્વારા ઝંડા ચોક,લીમડી પર ભારતમાતા પૂજનનો કાર્યક્રમ કર્યો હતો. સૌએ ભારતમાતાની આરતી કરી અને ભારતમાતાનું પૂજન કર્યુ .જે પવિત્ર ભૂમિ સાથે આપણો માતા-પુત્રીનો નાતો છે અને ધરતીમાતા આપણું પાલન પોષણ કરે છે એ ભારતમાતાની આરતી દ્વારા કૃતજ્ઞતાનો ભાવ સૌએ પ્રગટ કર્યો હતો. ત્યારબાદ શ્રીજયંતિભાઈ પરમાર એ બધાને માર્ગદર્શન આપી સૌને રાષ્ટ્રભક્તિ માટે પ્રોત્સાહિત કર્યા હતા.
#Sindhuuday Dahod


