ગલાલીયાવાડ ગામે જમીન સંબંધી મામલે ૧૪ ઈસમોએ મારક હથિયારો સાથે ઘસી આવી ૪ જણાને ગંભીર ઈજાઓ પહોંચાડતાં પોલીસમાં ફરિયાદ
દાહોદ તા.૨૮
દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ખાતે જમીન સંબંધી મામલે થયેલ ધિંગાણામાં ચૌદ જેટલા ઈસમોના ટોળા પોતાની સાથે મારક હથિયારો સાથે આવી ગેરકાયદેસર મંડળી બનાવી ઘસી આવ્યાં હાદ બે મહિલા સહિત ચાર જણાના લોખંડની પાઈપ, લાકડી તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પામી છે.
સોનીવાડ ખાતે રહેતા ધુળાભાઈ પુંજાભાઈ માળી, દાહોદના આંગણીયા ગામે રહેતા વિજયભાઈ રાઠી, ગલાલીયાવાડ ગામે રહેતો શૈલેષભાઈ સોમાભાઈ પસાયા અને ઝુઝરભાઈ રાણાપુરવાળા તથા તેમની સાથે બીજા દશેક જેટલા ઈસમો ગત તા.૨૩.૦૧.૨૦૨૧ના રોજ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે લોખંડની પાઈપ, લાકડી વિગેરે મારક હથિયારો ધારણ કરી ગલાલીયાવાડ ગામે ગારી ફળિયામાં આવ્યાં હતાં અને જેઠીબેન જેઠાભાઈ ગારીના ઘરે આવી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, આ ફળિયામાં આવેલ રેવન્ય સર્વે નંબર ૮૭૮વાળી જમીનમાં અમો બાંધકામ કરવાના છીએ, તમારાથી જે થાય તે કરી લો, તેમ કહેતા જેઠીબેન તથા તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે, આ જમીનનો કેસ કલેક્ટર સાહેબની ઓફિસમાં પેન્ડીંગ છે, તેમ છતાં બાંધકામ કરવા કેમ આવ્યાં છો? તેમ કહેતાંજ ઉપરોક્ત ટોળું એકદમ ઉશ્કેરાયું હતું અને પોતાની સાથે લાવેલ હથિયારો વડે શૈલેષભાઈ સોમાભાઈ પસાયાને લોખંડની પાઈપ વડે, કલ્પેશભાઈને બરડાના પાછળના ભાગે, જેઠીબેનને, સુરતીબેનને તથા રસલિબેનને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પંથકમાં ખળભળાચ મચી જવા પામ્યો હતો અને ધિંગાણું મચાવી આ ટોળુ નાસી ગયું હતું.
આ સંબંધે ઈજાગ્રસ્ત જેઠીબેન જેઠાભાઈ ગારીએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ધિંગાણું મચાવનાર તમામના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
#Sindhuuday Dahod