સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ સંદર્ભે દાહોદ જિલ્લામાં રાત્રીના સમયે લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ
દાહોદ, તા. ૨૯
દાહોદ જિલ્લામાં નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તા. ૨૮-૨-૨૦૨૧ ના રોજ યોજાનાર છે. ઉક્ત ચુંટણીઓ દરમિયાન જાહેર શાંતિ અને જાહેર હિત માટે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ અંતર્ગત અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એમ.જે. દવેએ સામાન્ય ચૂંટણીઓ દરમિયાન ચૂંટણી પ્રચાર કે જાહેર સભા માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ રાત્રીના ૧૦ થી સવારના ૬ કલાક સુધી કરવા પર એક જાહેરનામા દ્વારા પ્રતિબંધ મૂકયો છે. આ આદેશ તા. ૨૮-૧-૨૦૨૧ થી તા. ૫-૩-૨૦૨૧ સુધી અમલમાં રહેશે. તેમજ દાહોદ જિલ્લાની મહેસુલી હદ વિસ્તારમાં જયાં ચૂંટણીઓ યોજાનાર છે તે વિસ્તારમાં લાગુ પડશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
@Sindhuuday Dahod