દાહોદ શહેરમાં માતા-પુત્રીના ગુમ થયાના બનાવ બાદ નાણાંની લેવડ દેવડ મામલે માતા-પુત્રીને એક દંપતિ દ્વારા મોતને ઘાટ ઉતાર્યા

દાહોદ તા.૨૮

દાહોદ શહેરમાં માતા-પુત્રીના ગુમ થયાના બનાવ બાદ નાણાંની લેવડ દેવડ મામલે માતા-પુત્રીને એક દંપતિ દ્વારા મોતને ઘાટ ઉતાર્યાના બનાવના પગલે દંપતિ અને તેના સાગરિત સહિત ત્રણેય જણાની દાહોદ પોલીસે ધરપકડ કર્યા બાદ ત્રણેયને આજરોજ દાહોદ કોર્ટ સમક્ષ રજુ કરવાના છે અને રજુ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હોવાનુ જાણવા મળે છે.

દાહોદ શહેરમાં દર્પણ સિનેમા રોડ Âસ્થત રહેતી ૪૮ વર્ષીય નંદાબેન અને તેમણે દત્તક લીધેલ ૩ વર્ષીય શીયોના ઉર્ફે એન્જલનુ નાણાંની લેવડ દેવડ મુદ્દે માતા-પુત્રીને શહેરના પરેલ વિસ્તારમાં શ્રીરામ સોસાયટીમાં રહેતા અને આંગણવાડીમાં સાથે જ કામ કરતા મંજુબેન દિલીપભાઈ ભાભોર અને તેના પતિ દિલીપભાઈ ભાભોરે નાણાંની લેવડ-દેવડ મુદ્દે પોતાના ઘરમાં જ ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી નંદાબેનને પોતાના ઘરની પાણીની ટાંકીમાં ચણી દઈ અને ૩ વર્ષીય શીયોના ઉર્ફે એન્જલને લીમખેડાની હડફ નદીમાં ફેંકી દિધાની તમામ હકીકત પોલીસ તપાસમાં આવી હતી અને તમામ બનાવમાં મંજુબેન અને દિલીપભાઈનો સાથ આપનાર રોહીત સંગાડીયા એમ ત્રણેય જણાની પોલીસે ધરપકડ કર્યા બાદ હત્યાનો ગુનો નોંધી આજરોજ ત્રણેયને દાહોદ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવનાર છે અને જ્યા રિમાન્ડ મેળવવામાં આવશે.

13 thoughts on “દાહોદ શહેરમાં માતા-પુત્રીના ગુમ થયાના બનાવ બાદ નાણાંની લેવડ દેવડ મામલે માતા-પુત્રીને એક દંપતિ દ્વારા મોતને ઘાટ ઉતાર્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!