રાજ્ય સરકાર દ્વારા શિક્ષકની ભરતી માટે એસએનડીટીનું ૨૦૧૦નું પરિણામ અમાન્ય ગણવાનો ફતવો જાહેર કર્યાે
દાહોદ તા.૨૪
દાહોદમાં ગુર્જર ભારતી સંસ્થા દ્વારા જુન ૨૦૦૩માં એસ.એન.ડી.ટી. વુમેન્સ યુનિવર્સીટી મુંબઈ સંલગ્ન મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ શરૂ કરાઈ હતી. આ દરમ્યાન રાજ્ય રકાર દ્વારા શિક્ષકની ભરતી માટે એસએનડીટીનું ૨૦૧૦નું પરિણામ અમાન્ય ગણવાનો ફતવો જાહેર કરતા એસ.એન.ડી.ટી. મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,દાહોદની ૪૦૦ જેટલી ભુતપુર્વ વિદ્યાર્થીનીઓની ડીગ્રી સરકાર દ્વારા વિદ્યાસહાયકની ભરતીમાં અમાન્ય ગણવામાં આવતા જેના પરિણામે આ આદિવાસી વિદ્યાર્થીઓનુ ભાવિ અંધકાર બની જતા ૪૦૦ જેટલી આદિવાસી વિદ્યાર્થીનીઓ દ્વારા ડીગ્રી અમાન્ય ગણવાના નિર્ણયના વિરોધમાં વાલીઓ તેમજ સંસ્થા સાથે આજરોજ સવારના ૧૦.૦૦ કલાકે કલેક્ટર કચેરી,દાહોદ ખાતે પ્રતિક ઉપવાસ પર ઉતરી અમાન્ય ગણેલ ડિગ્રીને સત્વરે માન્ય કરવા અંગે રજુઆત કરવામાં આવી હતી.
ગુજરાત યુનિવર્સીટીથી પ્રથમ વર્ષ બી.એ.નું જાડાણ આપતા વર્ષ ૨૦૧૩-૨૦૧૪ની પ્રથમ વર્ષ બી.એ.ની તમામ વિદ્યાર્થીઓના પ્રવેશ ગુજરાત યુનિવર્સીટીમાં થયો હતો. નિયમ મુજબ એસ.એન.ડી.ટી.યુનિવર્સીટીએ એસ.વાય.બી.એ. અને ટી.વાય.બી.એ.નો અભ્યાસક્રમ પુર્ણ કરવા બે વર્ષ પુરતુ જ ચાલુ રાખ્યુ હતુ. એસ.એન.ડી.ટી.વુમેન્સ યુનિવર્સીટી મુંબઈના પત્ર અનુસાર ડીસ્ટેન્સ એજ્યુકેશન તેમજ રેગ્યુલર એસ.વાય.અને ટી.વાય.બી.એ.નું શિક્ષણકાર્ય ૨૦૧૫-૨૦૧૬ સુધી જ ચાલુ રાખવામાં આવ્યુ હતુ ત્યારે રાજ્ય સરકાર દ્વારા શિક્ષકની ભરતી માટે એસએનડીટીનું ૨૦૧૦નું પરિણામ અમાન્ય ગણવાનો ફતવો જાહેર કર્યાે હતો જેનાથી એસ.એન.ડી.ટી.મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,દાહોદમાં ભણેલી આધિવાસી બાહુલ્ય ધરાવતાં દાહોદ જિલ્લાના ૪૦૦ વિદ્યાર્થીનીઓનું ભાવિ અંધકારમય બન્યુ છે.૨૦૧૭માં વિદ્યાસહાયકોની ભરતી પડતાં વિદ્યાર્થીનીઓએ કોર્ટનો આશરો લેતા તેમના ફોર્મ Âસ્વકાર્યા હતા પરંતુ તેમાંથી મેરીટમાં આવેલી છાત્રાઓને જ સુધી નોકરી અપાઈ નથી.આમ, દાહોદની ૪૦૦ જેટલી ભુતપુર્વ વિદ્યાર્થીનીઓની ડીગ્રી સરકાર દ્વારા વિદ્યાસહાયકની ભરતીમાં અમાન્ય ગરણમાં આવતા પરિણામે ૪૦૦ જેટલી દાહોદની આદિવાસી વિદ્યાર્થીનીઓનું ભવિષ્ય અંધકારમય બની જતા આ ૪૦૦ વિદ્યાર્થીનીઓ,વાલીઓ તેમજ સંસ્થા દ્વારા આજરોજ કલેક્ટર કચેરી,દાહોદ ખાતે વહેલી સવારના ૧૦.૦૦ વાગ્યાના સમયે પ્રતિક ઉપવાસ પર બેસી