ગલાલીયાવાડ ગામે જમીનમાં મકાન – દુકાનના બાંધકામ મામલે મહિલા સહિત ૧૯ જેટલા માથાભારે ઈસમોએ હુલ્લડ મચાવતાં વિસ્તારમાં ભયનો માહોલ

દાહોદ તા.૩૧
દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે મહિલા સહિત ૧૯ જેટલા માથાભારે ઈસમોએ પોતાની સાથે મારક હથિયારો ધારણ કરી, ગેરકાયદેસર મંડળી બનાવી ફળિયામાં મકાન અને દુકાનનું બાંધકામ કરી રહેલા કેટલાક વ્યક્તિઓને ડરાવી ધમકાવી, બેફામ ગાળો બોલી ભારે હુલ્લડ કર્યું હતું. આ હુલ્લડને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. વધુમાં જાણવા મળ્યા અનુસાર, આ માથાભારે ઈસમો દ્વારા અગાઉ આજ વ્યક્તિઓ સાથે જમીન સંબંધી અને બાંધકામ બાબતે અવાર નવાર મારી નાંખવાની ધાકધમકીઓ પણ આપવામાં આવી હતી અને જે તે સમયે બળજરીપુર્વક રૂપીયા પડાવી, સમાધાન લખાવી લીધું હતું અને ફરીવાર આજે જ્યારે આ ધિંગાણું મચાવતાં આ માથાભારે ઈસમોથી ત્રાસી જઈ પોલીસની શરણે લોકો જઈ કાયદેસરની ફરિયાદ નોંધાવતાં પોલીસે તમામના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
ગલાલીયાવાડ ગામે ગારી ફળિયામાં રહેતા કરણભાઈ જવસિંહ બિલવાળ, વિરજીભાઈ છગનભાઈ બિલવાળ, બીજીયાભાઈ છગનભાઈ બીલવાળ, છેલાભાઈ છગનભાઈ બિલવાળ, જવસિંગભાઈ છગનભાઈ બીલવાળ, તાનસીંગભાઈ બીલવાળ, નવલભાઈ બીજીયાભાઈ બીલવાળ, લલ્લુભાઈ વિરજીભાઈ બીલવાળ, સુરતીબેન જવસીંગભાઈ બીલવાળ, જીમાબેન જવસિંગભાઈ બીલવાળ, રમીલાબેન જવસિંગભાઈ બીલવાળ, સુમીત્રાબેન જવસીંગભાઈ બીલવાળ, અભેસીંગભાઈ જવસીંગભાઈ બીલવાળ, જેતાબેન છગનભાઈ બીલવાળ, ભગવાનભાઈ ગંગાભાઈ ગારી, જેઠાભાઈ ગંગાભાઈ ગારી, કમળાબેન ગંગાભાઈ ગારી, લાલીબેન ગંગાભાઈ ગારી અને રમીલાબેન ગંગાભાઈ ગારીનાઓએ ગત તા.૨૫મી જાન્યુઆરીના રોજ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાની સાથે મારક હથિયારો લઈ દાહોદના ગોધરા રોડ, પુષ્ટીનગર ખાતે રહેતા મનુભાઈ વાડીલાલ દેસાઈનું ગલાલીયાવાડ ખાતે તેઓના મકાન અને દુકાનનું બાંધકામ થઈ રહ્યું હતું તે સ્થળે આ ટોળુ પહોંચ્યું હતું જ્યાં આ ટોળાએ ગેરકાયદેસર પ્રવેશ કરી ભારે હુલ્લડ મચાવ્યું હતું અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, અહીંયા બાંધકામ કેમ કરો છો, આ જમીન અમારી છે, તેમ કહી મનુભાઈ તથા તેમની સાથેના માણસોને ભગાડી મુક્યાં હતાં અને કહેવા લાગેલ કે, ફરીથી બાંધકામ કરવા આવશો તો મારી નાંખીશું. અગાઉ આ લોકો દ્વારા મનુભાઈ દેસાઈ અને મોહનભાઈ ધુળાભાઈ માળીનું બાંધકામ પણ અટકાવી અવાર નવાર મારી નાંખવાની ધાકધમકીઓ આપતાં હતા અને બળજબરીપુર્વક રૂપીયા પડાવી તે સમયે સમાધાન પણ લખાવી લીધું હતું.
આ હેરાનગતિના ત્રાસથી કંટાળી જઈ મનુભાઈ વાડીલાલ દેસાઈએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ઉપરોક્ત ટોળા વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તમામના ધરપકડના ચક્રો પણ ગતિમાન કર્યાં છે.

#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: