દેવગઢ બારીઆના રામા ગામે મકાનમાં આગ ઃ ઘરવખરી સામાન સહિત ઘાસ અને અનાજ બળીને ખાખ
દાહોદ, તા.૧
દે.બારીયા તાલુકાના રામા ગામે બારીયા ફળીયામાં એક ઘરમાં રસોડામાં ચુલામાં આગ લગાડીને ચુલા પર જમવાનું બનાવતી વેળાએ ચુલામાંથી આગનો તણખો ઘરમાં મુકેલ ઘાસંમા અચાનક પડતા આગ લાગવાથી ઘરનો ચાર ગાળાનો ઉપર નળીયાવાળા ભાગ, સરીઓ, તથા વળા સાથે સંપુર્ણ બળી જતા ઘાસઅનાજ તથા ઘરવખરીનો સામાન બળી જતા આશરે રૂા.રપ૦૦૦નું નુકશાન થયાનું જાણવા મળેલ છે.
ંપ્રાપ્ત વિગત અનુસાર દે.બારીયા તાલુકાના રામા ગામના બારીયા ફળીયામાં રહેતા પ્રવીણભાઈ ચીમનભાઈ બારીયાની પત્ની ગતરોજ સવારે અગ્યાર વાગ્યાના સુમારે પોતાના ઘરના રસોડામાં ચુલામાં આગ પેટાવી જમવાનું બનાવતી હતી તે વખતે ચુલામાંથી ઉડેલ તણખો ઘરમાં મુકેલ ઘાસમાં પડતા અચાનક ઘાસમાં આગ લાગતા આગમાં ઘરનો ચાર ગાળાનો ઉપરનો નળીયાવાળો ભાગ, સરીઓ તથા વળા સાથે સંપુર્ણ બળી જતા ઘરમાં મુકેલ ઘાંસ, અનાજ તથા ઘરવખરી સરસામાન વગેરે બળી જતા આશરે રૂા.રપ૦૦૦નું નુકશાન થવા પામ્યું હતું.
આ સંબંધે પ્રવીણભાઈ ચીમનભાઈ બારીયાએ દે.બારીયા પોલીસને જાણ કરતા પોલીસે આગ અંગેની જાણવાજાેગ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.