વડોદરાઃ રિલાયન્સ IPCLના PBR-2 પ્લાન્ટમાં પ્રચંડ ધડાકા બાદ આગ, 3 કામદારો ભડથું
વડોદરાઃ રિલાયન્સ IPCLના PBR-2 પ્લાન્ટમાં પ્રચંડ ધડાકા બાદ આગ, 3 કામદારો ભડથું
ઉંડેરા નજીક એક ખાનગી કંપનીમાં વ્હેલી સવારે આગ લાગી છે. પ્રાથમિક માહિતી મુજબ 3 કામદારોના મોત નિપજ્યા.
રિલાયન્સ આઈપીસીએલના પીબીઆર-2 પ્લાન્ટમાં આગ
પ્રચંડ ધડાકા સાથે આગ લાગતાં 3 કર્મચારીઓનાં મોત
આગ સમયસર કાબૂમાં આવી ન હોત તો મોટી દુર્ઘટના થઈ હોત
પોલીસે પ્લાન્ટમાં પહોંચી કંપનીના અધિકારીઓને અટકાવ્યાં
વડોદરાઃ વડોદરા શહેર નજીક આવેલી રિલાયન્સ આઈપીસીએલના પીબીઆર-2 પ્લાન્ટમાં આજે વહેલી સવારે 3:30 વાગ્યે પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. જેમાં કંપનીના ત્રણ કર્મચારીઓ બળીને ભડથું થઈ ગયા હતા. ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની એસજી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.
પ્રાપ્ત થતી માહિત પ્રમાણે વડોદરા શહેર નજીક કોયલી ખાતે આવેલી રિલાયન્સ આઈપીસીએલના પીબીઆર 2 પ્લાન્ટમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આ ઘટના સમયે ફરજ બજાવી રહેલાં 3 કર્મચારીઓ મહેન્દ્રભાઈ જાધવ, અરૂણભાઈ ડાભી અને પ્રીતેશ પટેલ આગની ઝપેટમાં આવી ગયા હતા. આ બનાવને પગલે કંપનીમાં અફડાતફડી મચી ગઈ હતી
|
Quick Reply |