રાજ્યમાં ૫ ફેબ્રુઆરીથી ફરી ઠંડીનું જાેર વધવાની હવામાન વિભાગે કરી આગાહી
(જી.એન.એસ.)અમદાવાદ,તા.૩
છેલ્લા એક સપ્તાહથી કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરતા હતા. પરંતુ છેલ્લા ૨૪ કલાકથી ઠંડીનું જાેર ઘટ્યું છે. જેના કારણે લોકોને રાહત મળી છે.રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. જેના કારણે તાપમાન ઊંચું નોંધાયું છે. લઘુતમ તાપમાન નીચું અને મહત્તમ તાપમાન ઊંચું રહેવાના કારણે વહેલી સવારે ઠંડી અને દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થશે. આગામી બે દિવસ પવનની દિશા યથાવત રહશે અને તાપમાનમાં પણ યથાવત રહશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, બે દિવસ બાદ એટલે કે ૫ ફેબ્રુઆરીથી ફરી ઠંડીનું જાેર વધશે. હવામાન વિભાગના ઇન્ચાર્જ મનોરમાં મોહન્તિએ જણાવ્યું છે કે, આગામી બે દિવસ બાદ પવનની દિશા બદલાશે.અને ઠંડીનું જાેર વધશે.તો કચ્છમાં ૫ અને ૬ ફેબ્રુઆરીના કોલ્ડ વેવની આગાહી કરવા આવી છે. તેમજ દરિયામાં પવનની ગતિ તેજ રહેશે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં સામાન્ય રીતે શિયાળામાં સૌથી ઠંડુ શહેર નલિયા રહે છે. પરંતુ ચાલુ વર્ષે તો દરિયા કિનારા વિસ્તારોમાં પણ લઘુતમ તાપમાન નીચું રહ્યું છે અને કોલ્ડ વેવની સ્થિતિ રહી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, ૧૧ ફેબ્રુઆરી સુધીમાં વારંવાર વાતાવરણ પલટશે.ક્યારે ઠંડી વધશે તો ક્યારે વાદળ છાયું વતવારણ રહશે તેમજ કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ધૂમમ્સ ભર્યું વાતાવરણ જાેવા મળ્યું હતું.જાેકે ધૂમમ્સ ના કારણે વાહન ચાલકો પરેશાન થાય છે.પરંતુ ખેડૂતો પણ વારંવાર વતવારણમાં આવતા પલટાના કારણે પરેશાન થઈ રહ્યા છે.