કોરોના વેક્સિનેશનના બીજા તબક્કામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વેક્સિન લીધી : ભયમુક્ત થઇને કોરોના વેક્સિન લેવા જણાવતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજ

દાહોદ તા. ૦૫
દાહોદના નવા બનેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજે કોરોનાની વેક્સિન લીધી હતી. કોરોના વેક્સિનેશનના બીજા તબક્કાનું રસીકરણ ચાલુ છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આજ રોજ વેક્સિન લઇને સૌ કર્મચારીઓને ભયમુક્ત થઇને કોરોનાની વેક્સિન લેવા જણાવ્યું છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજે જણાવ્યું કે, રાજય સરકારે શરૂ કરેલા વેક્સિનેશનના બીજા તબક્કામાં આજ રોજ મેં વેક્સિન લીધી છે. આ વેક્સિન બાબતે ઘણી અફવાઓ ફેલાઇ રહી છે. આવી અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવું જોઇએ અને ભયમુક્ત થઇને કોરોનાની રસી અવશ્ય લેવી જોઇએ. કોરોના વેક્સિન લઇને અન્ય લોકોને પણ વેક્સિન લેવા પ્રેરિત કરવા જોઇએ.
૦૦૦

