ઝાલોદના લીમડી નગરમાંથી પોલીસે રૂા.૧.૯૩ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

દાહોદ તા.૦૮

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાંથી પોલીસને મળેલ બાતમીના આધારે એક ખુલ્લા ખેતરની વાડના ભાગે ઓચિંતી તપાસ હાથ ધરતાં આ ખેતરમાં છુપાવી રાખેલ અને વેચાણ કરવાના ઈરાદે સંતાડી રાખેલ વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. ૨૦૧૬ કિંમત રૂા.૧,૯૩,૯૨૦ નો પ્રોહી જથ્થો ઝડપી પાડ્યાનું જ્યારે આ પ્રોહી રેડ દરમ્યાન પોલીસને જાેઈ એક ઈસમ નાસી ગયાનું જાણવા મળે છે.
ગત તા.૦૭મી ફેબ્રુઆરીના રોજ લીમડી પોલીસે તળાવ ફળિયા પુલીયાની બાજુમા ખુલ્લા ખેતની વાડના ભાગે ઓચિંતી રેડ પાડી હતી. આ દરમ્યાન ઝાલોદ તાલુકાના પીપળીયા ગામે ઉપવાસ પુલ ફળિયામાં રહેતો કલ્પેશભાઈ મેતુભાઈ તાવીયાડ પોલીસને જાેઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે આ વાડમાં સંતાડી રાખેવ વિદેશી દારૂની તેમજ બીયરની પેટીઓ નંગ.૫૭ જેમાં બોટલા નંગ. ૨૦૧૬ કિંમત રૂા.૧,૯૩,૯૨૦નો પ્રોહી જથ્થો જપ્ત કરી ઉપરોક્ત ઈસમ વિરૂધ્ધ લીમડી પોલીસે પ્રોહીનો ગુનો નોંધી તેના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: