લીમખેડા તાલુકાના બાર ગામે પરણિતાએ પતિ તથા સાસરીયાઓના ત્રાસથી ઝેરી દવા ગટગટાવતાં પરણિતા ગંભીર
દાહોદ તા.૦૮
લીમખેડા તાલુકાના બાર ગામે એક ૨૨ વર્ષીય પરણિતાને પતિ તથા સાસરી પક્ષના લોકો દ્વારા પરણિતાને શારિરીક અને માનસીક ત્રાસ આપી પતિ દ્વારા બીજી પત્નિ લઈ આવી હેરાન પરેશાન કરતાં પરણિતા દ્વારા આવા અમાનુષી ત્રાસથી વાજ આવી કોઈ ઝેર દવા ગટગટાવી આત્મહત્યા કરવાની કોશીષ કરતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
લીમખેડા તાલુકાના અગારા (ઉ) નદી ફળિયામાં પરણાવેલ ૨૨ વર્ષીય કલ્પનાબેન ભરતભાઈ બારીયાએ ગત તા.૦૪ ફેબ્રુઆરીના રોજ પોતાના પિયરમાં કોઈ ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરવાની કોશીષ કરતાં પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સારવાર દરમ્યાન તેની તબીયતમાં સુધાર આવતાં હોસ્પિટલમાં પહોંચેલ પોલીસ દ્વારા આ પરણિતાનું નિવેદન લેતાં કલ્પનાબેને જણાવ્યું હતું કે, પતિ ભરતભાઈ બાદરભાઈ બારીયા દ્વારા તેને ફોન કરી જણાવ્યું હતું કે, શર્મીષા મારી પત્નિ રહેશે અને તારી કોઈ જરૂર નથી, તું નોકરી નથી કરતી અને તને રહેવા દેવાની નથી તેમ કહી દબાણ કરતો હતો. આ બાદ તેના સસરા બાદરભાઈ હીરાભાઈ બારીયા, સાસુ ધોળીબેન હીરાભાઈ બારીયા અને બીજી પત્નિ શર્મીષ્ટાબેન નીનામા અવાર નવાર કલ્પનાબેનને મેણા ટોણા મારી, શારિરીક અને માનસીક ત્રાસ આપતાં આવા અસહ્ય ત્રાસથી વાજ આવી પોતે આ પગલું ઉઠાવ્યું હોવાનું જણાવ્યું હતું.
આ સંબંધે કલ્પનાબેન ભરતભાઈ બારીયાએ પોતાના પતિ, સાસુ – સસરા તેમજ પતિ દ્વારા લઈ આવેલ બીજી પત્નિ વિરૂધ્ધ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તમામના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

