દાહોદ તાલુકાના મંડાવાવ ગામેપોલીસે મકાનમાંથી રૂ.૭૨,૦૦૦ નો પ્રોહી જથ્થો જપ્ત કરી બે જણાની અટક કરી
દાહોદ તાલુકાના મંડાવાવ ગામે પોલીસને મળેલ બાતમીના આધારે એક રહેણાંક મકાનમાં પ્રોહી રેડ કરતા પોલીસે મકાનમાંથી રૂ.૭૨,૦૦૦ નો પ્રોહી જથ્થો જપ્ત કરી બે જણાની અટક કર્યાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકાના મંડાવાવ ગામે રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતેન્દ્ર બાબુભાઈ વણઝારા અને રાજુભાઈ ઉર્ફે ટબોં લાલાભાઈ પરમાર પોતાના એક સંયુક્ત મકાનમાં વિદેશી દારૂનો વેપલો કરતા હોવાની દાહોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ પોલીસે તેઓના મકાનમાં પ્રોહી રેડ કરતા પોલીસે મકાનમાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ.૨૪ જેના નાની મોટી બોટલો મળી કુલ ૭૯૨ બોટલો જેની કુલ કિંમત રૂ.૭૨,૦૦૦ નો પ્રોહી જથ્થો જપ્ત કરી ઉપરોક્ત બંન્ને ઈસમોની અટક કરી દાહોદ તાલુકા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

