દાહોદના વોર્ડ નંબર ૦૩માં ૧૦૦ થી વધુ યુવાઓ કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસમાં જાેડાયા
દાહોદ તા.૦૯
દાહોદના વોર્ડ નંબર ૩માંથી ૧૦૦ થી વધુ યુવાઓ કોંગ્રેસમાં જાેડાતા ફરી એકવાર દાહોદ જિલ્લાના રાજકારણમાં સ્તબ્ધતાનો માહોલ ફરી વળ્યો હતો. તમામ જાેડાયેલ યુવાઓને આ વોર્ડના કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા પુષ્પ ગુચ્છથી સન્માન કરી કોંગ્રેસનો ખેસ પહેરાવી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સ્થાનીય સ્વરાજ્યની ચૂંટણીને હાલ ગણત્રીનાજ દિવસો રહ્યા છે તેવામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપામાં જાેડાયા હોવાના અહેવાલો અગાઉ દાહોદ જિલ્લામાંથી મળ્યાં હતાં તેવામાં આજરોજ દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૦૩ના ઉમેદવાર ઇસ્તીયાક સોકત અલી સૈયદ અતેઓના વોર્ડ નબંર ૦૩ ના સમર્થકો સાથે કાૅંગ્રેસ કાર્યાલાય પર પહોંચીને દાહોદના કોંગ્રેસ પક્ષના નગરપાલીકા ચૂંટણી અધિકારી યસ વર્ધનસિંહ રાઉલજી, દાહોદ તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરિસ ભાઈ નાયક, દાહોદ શહેર કોંગ્રેસના પ્રમુખ મોઇનભાઈ કાઝી, દાહોદ વિધાન સભા પ્રભારી અમરસિંહ ભાઈ માવી, જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી સાહીદ અલી સૈયદ અને હર્ષદ ભાઈ નિનામા તેમજ દાહોદ શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ નિતેસભાઈ યાદવની હાજરીમાં ૧૦૦ થી વધુ યુવાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યાે હતો.