મુવાલીયા ગામે મધ્યરાત્રીએ દિપડાએ દેખા દેતાં ગ્રામજનોમાં ફફડાટ


દાહોદ તા.૧૦

દાહોદ તાલુકાના મુવાલીયા ગામે ગતરોજ મોડી રાત્રીના સમયે દિપડો જાેવા ત્યાંથી પસાર થતાં લોકોએ આ દેખા દેતાં દિપડાને પોતાના મોબાઈલ ફોનના કેમેરામાં કેદ કરી આ વિડીયો વાઈરલ થતાંની સાથે એક્શનમાં આવેલ વન વિભાગની ટીમ દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી દિપડાને પાંજરે પુરવાની કામગીરીઓના આરંભ કર્યાે છે.

ગત મોડી રાત્રે દાહોદના મુવાલીયા તરફથી કેટલાક રાહદારીઓ અને વાહન ચાલકો આ સ્થળેથી પસાર થઈ રહ્યાં હતા અને તેઓ દ્વારા જ જાણવા મળ્યા અનુસાર, તે સમયે ત્યાં એક દિપડાએ દેખાં દેતા એકક્ષણે રાહદારીઓ અને વાહન ચાલકો સ્તબ્ધ થઈ ગઈ હતાં. કેટલાક લોકોએ આ દિપડાનો વિડીયો પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી લઈ સોશીયલ મીડીયામાં વાઈરલ પણ કર્યાે હતો અને આ બાદ આજે વહેલી સવારે આ બાબતની જાણ નજીકના વન વિભાગને થતાં તેઓ દ્વારા પણ સ્થાનીકો દ્વારા પુછપરછનો દૌર આરંભ કર્યાે હતો અને સાચે જ દિપડાએ દેખા દિધી હોવાની વાત સામે આવી હતી. આ બાદ વન વિભાગની ટીમે મુવાલીયા ગામ તરફ અને જંગલ તરફ પાંજરા મુકી આ દિપડાને પાંજરે પુરવાની તજવીજ હાથ ધરી છે. દિપડાએ દેખા દેતાના સમાચાર વાયુવેગે ગ્રામજનોમાં ફેલાતા ગ્રામજનોમાં ભયનો માહોલ પણ ફેલાયો છે અને વહેલામાં વહેલી તકે આ દિપડાને પાંજરે પુરવામાં આવે તેવી લાગણી અને માંગણી વિસ્તારના લોકોમાં ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: