આજે આખરી દિને સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીના જિલ્લામાંથી કુલ ૧૬૫૧ ઉમેદવારો દ્વારા ફોર્મ ભર્યાં

દાહોદ તા.૧૩

દાહોદ જિલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીના જંગમાં આજે ઉમેદવારી પત્ર ભરવાના આખરી દિવસે જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકા આ તમામ બેઠકો પરથી આજદિન સુધી કુલ ૧૬૫૧ ઉમેદવારો દ્વારા પોતાની ઉમેદવારી નોંધાવી છે જેમાંથી જિલ્લા પંચાયતમાંથી ૨૬૪, તાલુકા પંચાયતમાંથી ૧૨૧૯ અને દાહોદ અને ઝાલોદ નગરપાલિકામાંથી કુલ ૧૬૮ ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરી દીધાં છે.

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને દાહોદ નગર પાલિકા અને ઝાલોદ નગરમાં આ વખતની ચુંટણીનો માહોલ ભારે રસપ્રદ બની રહેશે તેમ પ્રતિત થઈ રહ્યું છે. આ વખતે અન્ય પાર્ટીઓ પણ મેદાનમાં ઉતરતાં લોકોમાં બીજી પાર્ટીઓની કામગીરી પર પણ નજર રાખી રહી છે. જિલ્લા પંચાયતની ગરબાડામાંથી કુલ ૨૩ ફોર્મ ઉમેદવારો દ્વારા ભરવામાં આવ્યાં હતાં. ધાનપુરમાંથી ૨૫, લીમખેડામાંથી ૨૬, સીંગવડમાંથી ૧૩, દેવગઢ બારીઆમાંથી ૨૨, ફતેપુરામાંથી ૪૩, ઝાલોદમાંથી ૪૭, દાહોદમાંથી ૫૫ અને સંજેલીમાંથી ૧૦ ફોર્મ ભરાયાં છે.
તાલુકા પંચાયતની વાત કરીએ તો ગરબાડાના ૧૦૬, ધાનપુરના ૧૧૮, લીમખેડાના ૧૨૫, સીંગવડના ૭૫, દેવગઢ બારીઆના ૯૯, ફતેપુરાના ૧૮૪, ઝાલોદના ૨૦૩, દાહોદના સોૈથી વધુ ૨૩૧ અને સંજેલીના ૭૮ ફોર્મ ઉમેદવારો દ્વારા ભરવામાં આવ્યાં છે.

બીજી તરફ દાહોદ અને ઝાલોદ નગરપાલિકાની ચુંટણીનો માહોલ પણ પુરજાેશમાં ચાલી રહ્યો છે. દાહોદ અને ઝાલોદ નગરપાલિકામાંથી કુલ ૧૬૮ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યાં હતાં. આ પૈકી દાહોદ પાલિકામાંથી ૧૫૮ અને ઝાલોદ પાલિકામાંથી ૧૦ મળી આ બંન્ને નગરપાલિકાઓમાંથી ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યાં છે.

#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: