દાહોદ જિલ્લામાં પ્રોહીના ચાર બનાવોમાં રૂા.૨.૨૧ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક મોટરસાઈકલ કબજે કરાઈ ઃ ચારેય બનાવોમાં ચાર જણા ફરાર
દ જિલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીઓના આરંભ સાથે જ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદે પ્રવૃતિઓને ડામવા તથા ખાસ કરીને પ્રોહીની પ્રવૃતિઓને ડામવા માટે સતત રાત દિવસ પેટ્રોલીંગ સહિતની કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકની અંદર દાહોદ જિલ્લામાં ચાર જુદી – જુદી જગ્યાએ પ્રોહીના બનેલા ચાર બનાવોમાં પોલીસે કુલ રૂા.૨,૨૧,૮૬૦ના પ્રોહી જથ્થા સાથે મોટરસાઈકલ કબજે કર્યાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ ચારેય બનાવોમાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં ઈસમો પોલીસને ચકમો આપી નાસી ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
પ્રોહીનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના રળીયાતી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૨મી ફેબ્રુઆરીના રોજ દાહોદ તાલુકા પોલીસે મ ળેલ બાતમીના આધારે રળીયાતી ગામે સાંસીવાડમાં રહેતા અજય રાજુ ઉર્ફે કાચલો સાંસીના રહેણાંક મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ કરતાં અજય રાજુ પોલીસેન જાેઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસ મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ. ૧૭૪ કિંમત રૂા.૨૫,૭૮૦નો જથ્થો કબજે કરી પ્રોહીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રોહીનો બીજાે બનાવ ધાનપુર તાલુકાના કાંટુ ગામે ગત તા.૧૨મીના રોજ બનવા પામ્યો હતો જેમાં કાંટુ ગામે નિશાળ ફળિયામાં રહેતા નરેશભાઈ ધનાભાઈ મોહનીયાના રહેણાંક મકાનમાં પોલીસે ઓચિંતી પ્રોહી રેડ કરતાં નરેશભાઈ પોલીસને જાેઈ નાસી ગયા હતાં. પોલીસે મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ. ૪૫૬ કિંમત રૂા.૮૩,૧૬૦નો પ્રોહી જથ્થો કબજે લઈ ધાનપુર પોલીસે પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
પ્રોહીનો ત્રીજાે બનાવ દેવગઢ બારીઆ તાલુકાના ઝાપટીયા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૨મી ફેબ્રુઆરીના રોજ ઝાપટીયા ગામે નાકાબંધીમાં ઉભેલ હતી તે સમયે ત્યાંથી રેવલાભાઈ કાન્તીભાઈ નાયકા (રહે. કોઠારા, ડુંગરા ફળિયું, તા.ધાનપુર, જિ.દાહોદ) ત્યાંથી પસાર થતાં પોલસીને જાેઈ પોતાના કબજાની મોટરસાઈકલસ્થળ પર મુકી નાસી જતાં પોલીસે મોટરસાઈકલ કબજે લઈ તેની પાસે કંતાનના થેલામાં ભરી રાખેલ વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ.૩૧૨ કિંમત રૂા.૪૨,૭૨૦ અને મોટરસાઈકલ મળી કુલ રૂા.૬૨,૭૨૦ નો મુદ્દામાલ કબજે લઈ સાગટાળા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીનો ચોથો બનાવ દાહોદ તાલુકાના પુંસરી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૨મી ફેબ્રુઆરીના રોજ પુંસરી ગામે રહેતાં વિનુભાઈ બાબુભાઈ પલાસના મકાનમાં પોલીસે ઓચિંતી પ્રોહી રેડ કરતાં વિનુભાઈ પોલીસને જાેઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેના મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ.૬૨૪ કિંમત રૂા.૭૦,૨૦૦નો પ્રોહી જથ્થો દાહોદ તાલુકા પોલીસે કબજે લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.