દેવગઢ બારીયાના પીપલોદ અને સિંગવડ વચ્ચે આવેલ છાપરવડ ગામ નજીક બે મોટરસાયકલ ધડાકાભેર અથડાઈ : બેના મોત

દાહોદ તા.૧૪

દેવગઢ બારીયા તાલુકામાં પીપલોદ સિંગવડ વચ્ચે બે બાઈકો સામસામે ભટકાતા બાઈક પર સવાર બે જણાના અકાળે મોતના પગલે પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

મળતી માહિતી પ્રમાણે ગત રોજ રાત્રીના સમયે પિપલોદ સીંગવડ વચ્ચે જતા માર્ગ ઉપર છાપરવડ ગામે પુરઝડપે ધસી આવતી બે બાઈકો સામસામે ધડાકાભેર અથડાતા આ ગમ્ખવાર માર્ગ અકસ્માતમાં બંને બાઈક ચાલકો ના ઘટનાસ્થળ પર જ શરીર તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચતાં કમકમાટીભર્યા મોત નિપજયા હતા ઘટનાની જાણ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા તેમજ નજીકની પોલીસને થતાં તાબડતોડ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકોના મૃતદેહોને નજીકના દવાખાને પીએમ અર્થે ખસેડવાની પોલીસે કામગીરી હાથ ધરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: