દાહોદ નગરપાલિકાના ૯ વોર્ડના ૧૬૨ માંથી ૧૩ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાં
દાહોદ તા.૧૬
આજે ઉમેદવારી પત્ર ખેંચવાની અંતિમ રાખી છે. ત્યારે કોંગ્રેસ, ભાજપ અને આપના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.અને ગતરોજ દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૪માંથી આપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતાનું ફોર્મ ખેંચી લીધા બાદ ભાજપના ઉમેદવાર બિન હરીફ ચુંટાઈ આવ્યાંની ખબરો બાદ દાહોદ શહેર સહિત જિલ્લામાં આપ અને કોંગ્રેસના ઉમેદવારોને કોઈ અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. લોભ, લાલચ કે કોઈ રાજકીય દબાણમાં ઉમેદવારો પોતાનું ફોર્મ ન ખેંચી લે તે માટે અને ક્યાંક પોતાના ઉમેદવાર ફરી જવાની કોંગ્રેસ અને આપમાં દહેશતને પગલે તમામ ઉમેદવાર ભુગર્ભમાં ઉતરી ગયા છે.તેમજ કેટલાક અપક્ષ ઉમેદવારોને ફોર્મ ખેંચવા માટે તેમના ઘરે પોલિસ પણ મોકલી હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે. જાેકે ૯ વોર્ડમાં ૩૬ બેઠકો પર ઉભા થયેલા ૧૬૨ ઉમેદવારોમાંથી ૧૩ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા હવે આગામી ચૂંટણીમાં ૧૪૯ ઉમેદવારો વચ્ચે જંગ જમવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

