ચીનના વુહાનથી જ કોરોના વાઈરસ ફેલાયો હોવાનો WHO ના રિપોર્ટમાં દાવો

(જી.એન.એસ.)જીનીવા,તા.૧૬
કોરોનાનો વાઈરસ ક્યાંથી ફેલાયો તેની તપાસ કરવા ગયેલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની સમિતિને કોરોનાનો જીવલેણ વાઈરસ ચીનનાં વુહાનથી જ ફેલાયો હોવાનાં નક્કર પૂરાવા મળ્યા છે. હુંનાં રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ડિસેમ્બર ૨૦૧૯માં આખી દુનિયામાં ફેલાયેલો કોરોના વાઈરસ ચીનનાં વુહાનથી જ ફેલાયો હતો. ચીને અત્યાર સુધી જેની તપાસ જ કરવા નથી દીધી તેવા હજારો બ્લડ સેમ્પલ્સ તત્કાળ ઉપલબ્ધ કરાવવા ચીનનાં સત્તાવાળાઓને તાકીદ કરાઈ છે. હું ટીમનાં મુખ્ય તપાસકર્તા પીટર બેન એમ્બાર્કે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, અમને વુહાનથી જ મોટાપાયે વાઈરસ ફેલાયો હોવાના પૂરાવા અને સંકેતો મળ્યા છે. વુહાનમાં કોરોનાનાં સૌથી વધુ વાઈરસ હતા અને ધારણા કરતા કોરોનાનો કહેર ૫૦૦ ટકા વધારે હતો. ડિસેમ્બર ૨૦૧૯માં વુહાનમાં પહેલેથી જ કોરોનાનાં અનેક સ્ટ્રેન અસ્તિત્વમાં હતા. તપાસ ટીમનાં સભ્ય પીટર બેન ઈમબરેકે કહ્યું હતું કે, વુહાનમાં કોરોના વાઈરસે ધારણા કરતા ૫૦૦ ટકા વધુ કહેર મચાવ્યો હતો.
વુહાનમાં ડિસેમ્બરમાં જ વાઈરસ ફેલાવાનું શરૂ થઈ ગયું હતું. ડિસેમ્બરમાં વુહાનમાં કોરોનાનાં ૧૭૪ કેસ હતા. કોરોના વાઈરસનાં ૧૩ અલગ અલગ જિનેટિક સિકવન્સ જાેવા મળ્યા હતા. ઉૐર્ંની ટીમ દ્વારા ટૂંક સમયમાં જ તેનો પ્રારંભિક રિપોર્ટ રજૂ કરવામાં આવશે. હું ચીફ ટેડ્રોસ ગેબ્રેસિયસે કહ્યું હતું કે, ચીનનાં વુહાન શહેરમાં કરાયેલી તપાસ મહત્વની છે. તમામ સંભાવનાઓ સાથે તપાસ કરાઈ રહી છે. શરૂઆતમાં પ્રારંભિક રિપોર્ટ રજૂ કરાશે અને તે પછી થોડા સમયમાં સંપૂર્ણ તપાસ રિપોર્ટ રજૂ કરાશે. તપાસ ટીમને જાણવા મળ્યું હતું કે ડિસેમ્બર ૨૦૧૯માં એકલા ચીનનાં વુહાનમાં જ કોરોનાનાં ૧૦૦૦ કેસ હતા. મિલાન કેન્સર ઈન્સ્ટીટયૂટે જણાવ્યું હતું કે, ઈટાલીમાં ઓક્ટોબર ૨૦૧૯માં જ કોરોના ફેલાવાનું શરૂ થઈ ગયું હતું.
વુહાનનાં આરોગ્ય અધિકારીઓએ હુંને તેની જાણ ૩૧ ડિસેમ્બર ૨૦૧૯નાં રોજ કરી હતી. દસ્તાવેજાે મુજબ ચીનમાં કોરોનાનો પહેલો કેસ ૧૭ નવેમ્બર ૨૦૧૯નાં રોજ પ્રકાશમાં આવ્યો હતો.ચીનમાં ૩૧ ડિસેમ્બર ૨૦૧૯નાં રોજ કોરોનાનો પહેલો કેસ મળી આવ્યો તે પછી અમેરિકા સહિત આખા વિશ્વમાં તેને ફેલાવવાનાં કાવતરામાં ચીનની ભૂમિકા મહત્વની હતી.ચીનનાં એક વેઈબો યુઝર્સે તે જ દિવસે વોચ આઉટ ફોર અમેરિકન્સ એવો મેસેજ પોસ્ટ કર્યો હતો. બેઈજિંગથી વોશિંગ્ટન અને મોસ્કો તેમજ તહેરાન સુધી તેને ફેલાવવા માટે કાવતરૃં ઘડવામાં આવ્યું હતું. ચીનની સરકારે શરૂઆતમાં ખાસ્સો એવો ખોટો પ્રચાર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: